Indigo Flight માં મહિલાની પ્રસૂતિ, યાત્રા કરી રહેલા ડૉક્ટર અને ક્રૂ મેમ્બરની મદદે થયો બાળકીનો જન્મ

|

Mar 18, 2021 | 8:23 AM

Indigo ની બેંગલુરુ થી જયપુર જઇ રહેલી ફ્લાઇટમાં (Flight) એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે. એરલાઇન્સે એક નિવેદન જાહેર કરીને જાણકારી આપી છે.

Indigo Flight માં મહિલાની પ્રસૂતિ, યાત્રા કરી રહેલા ડૉક્ટર અને ક્રૂ મેમ્બરની મદદે થયો બાળકીનો જન્મ
Flight માં મહિલાની પ્રસૂતિ

Follow us on

Indigo ની બેંગલુરુથી જયપુર જઇ રહેલી ફ્લાઇટમાં (Flight) એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે. એરલાઇન્સે એક નિવેદન જાહેર કરીને જાણકારી આપી છે કે, બેંગલુરુથી જયપુર જઇ રહેલી ફ્લાઇટ 6E 469 માં એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે. આ વિમાનમાં મુસાફરી કરી રહેલા ડૉ. સુબહાના નઝીર (Dr. Subahana Nazir) અને ક્રૂ મેમ્બર્સએ મહિલાની પ્રસૂતિમાં મદદ કરી અને બાળકીનો જન્મ થયો.

https://twitter.com/PoulomiMSaha/status/1372061202541596674

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

મળતી માહિતી અનુસાર જયપુર એરપોર્ટના અધિકારીઓને તાત્કાલિક ડૉક્ટર અને એમ્બ્યુલન્સની સુવિધા તૈયાર રાખવાની સુચના આપી દેવામાં આવી હતી. હાલમાં માતા અને નવજાત બાળકી બંને સ્વસ્થ છે. ફ્લાઇટમાં મહિલાની પ્રસૂતિમાં મદદ કરનાર ડૉક્ટરનું જયપુર એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યુ. સાથે જ ઇન્ડિગો ફ્લાઇટ તરફથી તેમને થેન્કયૂ કાર્ડ પણ આપવામાં આવ્યું હતું. ઇન્ડિગોએ આ કામમાં મદદ કરનાર પોતાના સ્ટાફની પણ પ્રશંસા કરી છે. આ ફ્લાઇટ બુધવારે સવારે 5.45 વાગ્યે ટેકઓફ થઇ હતી અને સવા બે કલાકમાં તે જયપુર લેન્ડ થઇ હતી.

Next Article