બનારસ અને હૈદરાબાદમાં આજથી થઈ રહી છે G20ની બેઠકો, દુનિયા જોશે ભારતીયોની ક્ષમતા

|

Apr 17, 2023 | 1:47 PM

બેઠકના બીજા અને ત્રીજા દિવસે, G20 સભ્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના આમંત્રિત મહેમાનો ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સાયબર સુરક્ષા અને ડિજિટલ કૌશલ્ય જેવા અગ્રતા ક્ષેત્રોમાં ડિલિવરેબલ્સ વિશે વ્યાપકપણે ચર્ચા કરશે.

બનારસ અને હૈદરાબાદમાં આજથી થઈ રહી છે G20ની બેઠકો, દુનિયા જોશે ભારતીયોની ક્ષમતા
G20 Summit

Follow us on

ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને આજે વારાણસીમાં કૃષિ પ્રમુખ વૈજ્ઞાનિકોની બેઠકની સાથે પોતાની 100મી ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે. ત્યારે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હૈદરાબાદમાં આજથી 19 એપ્રિલ સુધી G20 ડિજિટલ અર્થવ્યવસ્થા કાર્યકારી ગ્રુપની બીજી બેઠક આયોજિત કરી રહ્યું છે. જ્યારે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. G20 ઈન્ડિયા એક જન આંદોલન બન્યું છે. જેમાં 12000થી વધારે પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે અને શાનદાર અનુભવ આપી રહ્યા છે, સાથે જ વિશ્વને ભારતના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવ્યું છે.

અધિકારીઓનું કહેવું છે કે હૈદરાબાદમાં થઈ રહેલી બેઠકમાં મુખ્યરીતે ડિજિટલ કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે અને તેમાં વિષય મુજબ 3 પેનલ ચર્ચા કરે. આ બેઠકના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી એ.નારાયણસ્વામીએ સંબોધન કર્યુ.

આ પણ વાંચો: Breaking News: Atiq Ahmed Murder: અતીક-અશરફની સુરક્ષામાં તૈનાત તમામ 19 પોલીસ કર્મચારી ભૂર્ગભમાં

બેઠકના બીજા અને ત્રીજા દિવસે, G20 સભ્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના આમંત્રિત મહેમાનો ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સાયબર સુરક્ષા અને ડિજિટલ કૌશલ્ય જેવા અગ્રતા ક્ષેત્રોમાં ડિલિવરેબલ્સ વિશે વ્યાપકપણે ચર્ચા કરશે. આ સાથે જ પ્રતિનિધિઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) હૈદરાબાદની પણ મુલાકાત લેશે. અહીં તેઓ 5G-I, 6G, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને નાગરિકોના કલ્યાણને લગતી તમામ બાબતોને ભારતના નિષ્ણાતો સમજશે.

જી20ના પ્રતિનિધિ ગંગા આરતીમાં લેશે ભાગ

બનારસમાં 19 એપ્રિલ સુધી આયોજિત થઈ રહેલી બેઠકમાં દુનિયાના 20 પ્રમુખ દેશના પ્રતિનિધિ અને અન્ય ભાગીદાર દેશોના પ્રતિનિધિ ભાગ લેશે. જી20 આયોજનનું ભવ્ય આયોજન કરવા માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ઉત્તરપ્રદેશ સરકારે શાનદાર તૈયારી કરી છે. અધિકારીઓનું કહેવું છે કે બેઠકમાં વિશ્વને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહાર, ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણના અનુકુળ ખેતીનો વધારવાનો સંદેશ આપવામાં આવશે. તે સિવાય જી20ના પ્રતિનિધન કાશીમાં વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીમાં પણ ભાગ લેશે. બનારસના પારંપરિક હસ્તશિલ્પીઓનું હુનર પણ દુનિયાભરની સામે રાખવામાં આવશે. જે વિશ્વમાં ખ્યાતી મેળવશે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 1:44 pm, Mon, 17 April 23

Next Article