
ભારત સાથે સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ મુનીરને પણ બંકરમાં છુપાઈ જવુ પડ્યુ હતુ. 10 મે એ રાવલપિંડીના નૂર ખાન ઍરબેઝ પર ભારતે હવાઈ હુમલો કર્યો હતો. આ દરમિયાન જનરલ મુનીરે બે થી ત્રણ તલાક સુધી બંકરમાં છુપાઈ રહેવુ પડ્યુ હતુ. સીઝફાયર થયા બાદ તેને એક સુરક્ષિત ઘરમાં લાવવામાં આવ્યો હતો. ભારત અને પાકિસ્તાનમાં સીઝફાયર થયા બાદ પણ આર્મી ચીફ મુનીર બહાર નથી આવી રહ્યો. ન્યૂઝ 9ના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
ભારત અને પાકિસ્તાનમાં ચાર દિવસ (6 થી 10 મે) સુધી મોટો સૈન્ય સંઘર્ષ જોવા મળ્યો. ભારત તરફથી આતંકી ઠેકાણાઓ પર હુમલા બાદ પાકિસ્તાનમાં ભારતે ડ્રોનનું એક ઝૂંડ મોકલ્યુ હતુ. ત્યારબાદ ભારતે પાકિસ્તાનના ડ્રોન હુમલાનો જવાબ આપતા તેના અનેક ઍરબેઝ પર હવાઈ હુમલા કર્યા હતા. તેમા સૌથી મહત્વપૂર્ણ રાવલપિંડીના નૂર ખાન ઍરબેઝ પર હુમલો હતો. આ બેઝ પર હુમલાને અસીમ મુનીરે ડરાવી દીધા હતા.
નૂર ખાન ઍરબેસ પાકિસ્તાનના રાવલપિંડીમાં આવેલુ છે. આ પાકિસ્તાનના સૌથી મજબૂત સૈન્ય ઠેકાણાઓમાંથી એક માનવામાં આવે છે. અહીં ન માત્ર પાકિસ્તાનના સૌથી શક્તિશાળી હવાઈ ઉપકરણ તૈનાત છે પરંતુ તેમની સુરક્ષા માટે ચીની ઍર ડિફેન્સ સિસ્ટમની જાળ પણ બિછાવવામા આવી છે. પાકિસ્તાનની મોટાભાગના VIP અહીંથી જ ઉડાન ભરે છે. અહીં પાકિસ્તાની વાયુસેનાના ઍર મોબિલિટી કમાંડના મુખ્યાલય પણ આવેલ છે. એવામાં જ્યારે ભારતનો હુમલો થયો તો આસીમ મુનીર અહીં ફસાઈ ગયા અને બંકરમાં છુપાઈને જીવ બચાવવો પડ્યો.
ભારતના હુમલા બાદ જો સેટેલાઈટ તસવીર આવી છે. તેમા જોઈ શકાય છે હુમલામાં પાકિસ્તાનના નૂર ખાન ઍરબેઝને ઘણુ નુકસાન થયુ છે. પાકિસ્તાનના ઈન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સના ડાયરેક્ટર (DG IPSR) એ સત્તાવાર રીતે PAF બેસ નૂર ખાન પર ભારતીય હુમલાનો સ્વીકાર કર્યો. ભારતે નૂર ખાન એરબેઝ પર રડાર ઇન્સ્ટોલેશન અને એરક્રાફ્ટ હેંગર સહિત મુખ્ય ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવા માટે આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.
ભારતે 10 મેના રોજ નૂર ખાન એરબેઝ તેમજ ચકવાલમાં મુરીદ અને શોરકોટમાં રફીકી એરબેઝ પર હુમલો કરવા માટે બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાન આ મિસાઇલને ટ્રેક કરવામાં અસમર્થ હતું, તેથી હુમલા પછી આ એરબેઝ કામ કરી રહ્યા નથી. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની સેના નૂર ખાનથી જાસૂસી મિશન ચલાવતી હતી.