ટ્રેનમાં વધુ સામાન રાખવો પડી શકે છે ‘મોંઘો’ ! મર્યાદાથી વધુ વજન હશે તો ચૂકવવો પડશે ‘ભારે દંડ’, જાણો રેલવેના નિયમો

તમે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો સામાન અંગેના રેલવેના કડક નિયમો વિશે જાણવું ખૂબ જરૂરી છે. ઘણીવાર મુસાફરો જાણતા-અજાણતા ઘણો વધારે સામાન સાથે લઈ લેતા હોય છે પરંતુ જો તે નિયત મર્યાદા કરતા વધુ હોય, તો રેલવે દ્વારા ભારે દંડ વસૂલવામાં આવે છે.

ટ્રેનમાં વધુ સામાન રાખવો પડી શકે છે મોંઘો ! મર્યાદાથી વધુ વજન હશે તો ચૂકવવો પડશે ભારે દંડ, જાણો રેલવેના નિયમો
| Updated on: Apr 26, 2026 | 7:25 PM

રેલવે મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ટ્રેનમાં સામાન લઈ જવા માટેના ચોક્કસ નિયમો બનાવ્યા છે. આ નિયમો હેઠળ, અલગ-અલગ શ્રેણીના ડબ્બાઓમાં દરેક સીટ પર એક નિશ્ચિત મર્યાદા સુધી જ સામાન લઈ જઈ શકાય છે. જો કોઈ મુસાફર નક્કી કરેલી મર્યાદા કરતા વધુ સામાન લઈ જતો પકડાય છે, તો તેની પાસેથી કિલોમીટર અને સામાનના વજનના આધારે દંડ વસૂલવામાં આવે છે. રેલવેએ આ નિયમ મુસાફરોની સુવિધા માટે શરૂ કર્યો હતો, જેથી સાથી પ્રવાસીઓને મુસાફરી દરમિયાન મુશ્કેલી ન પડે, ચઢવા-ઉતરવામાં તકલીફ ન થાય અને સુરક્ષા સાથે કોઈ પ્રકારનું સમાધાન ન થાય.

ટ્રેનમાં કેટલો સામાન લઈ જઈ શકે છે ‘મુસાફરો’?

ભારતીય રેલવેના નિયમો મુજબ, જનરલ ક્લાસમાં એક મુસાફર મહત્તમ 35 કિલો સામાન (બેગ, અટૅચી, ટ્રોલી વગેરે) લઈ જઈ શકે છે. તેવી જ રીતે, સ્લીપર ક્લાસ અને થર્ડ એસી માટે આ મર્યાદા 40 કિલો નક્કી કરવામાં આવી છે. સેકન્ડ એસી માટે દરેક મુસાફર દીઠ 50 કિલો અને ફર્સ્ટ ક્લાસ એસી માટે સામાનની મર્યાદા પ્રતિ મુસાફર 70 કિલો નક્કી કરવામાં આવી છે.

આ મર્યાદા એવા મુસાફરો માટે લાગુ છે કે, જેઓ માન્ય ટિકિટ ધરાવે છે. ધારો કે, તમે તમારા પરિવારના બીજા 4 સભ્યો સાથે થર્ડ એસીમાં મુસાફરી કરી રહ્યા છો, જેમાં 5 વર્ષથી ઓછી ઉંમરના 2 બાળકો પણ છે, તો તમારા સામાનનું કુલ વજન 120 કિલોથી વધુ ન હોવું જોઈએ.

વધારે સામાન હોય તો મુસાફરોએ શું કરવું જોઈએ?

જો કોઈ મુસાફર નક્કી કરેલી મર્યાદા કરતા વધુ વજનવાળા સામાન સાથે મુસાફરી કરતો જોવા મળે છે, તો તેની પાસેથી મુસાફરીનું અંતર (કિલોમીટર) અને વધારાના વજન પર દંડ વસૂલવામાં આવે છે. રેલવેના નિયમો અનુસાર, જો તમારી પાસે વધુ સામાન હોય, તો તમારે રેલવેના પાર્સલ વિભાગમાં જઈને બુકિંગ કરાવવું જોઈએ. ત્યારબાદ તમારો સામાન ટ્રેનના પાછળના ડબ્બામાં રાખવામાં આવે છે અને તમારા નિર્ધારિત સ્ટેશન પર ઉતારી દેવામાં આવે છે.

બેંક કર્મચારીઓ તૈયાર રહે… હવે થશે ‘મોટો પગાર’ વધારો, તમારા ખાતામાં વધારાના પૈસા ક્યારે આવશે?

Follow Us