
ભારતીય કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ યોજના હેઠળ ભારત ગૌરવ ડીલક્સ AC પ્રવાસી ટ્રેન ચલાવશે. આ ગરવી ગુજરાત યાત્રા 28 ફેબ્રુઆરીએ દિલ્હી સફદરજંગ સ્ટેશનથી શરૂ થશે. આ ટ્રેન પ્રવાસ સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે.
ભારતના વાઇબ્રન્ટ ગુજરાતના વારસાને પ્રદર્શિત કરવા માટે બનાવવામાં આવેલ છે. ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી ક્લાસ સાથેની અત્યાધુનિક ભારત ગૌરવી ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન 8 દિવસ માટે તમામ પ્રવાસ માટે ચલાવવામાં આવશે.
भारतीय रेलवे ‘एक भारत श्रेष्ठ भारत’ योजना के तहत अपनी भारत गौरव डीलक्स एसी टूरिस्ट ट्रेन चलाकर गुजरात की सांस्कृतिक और आध्यात्मिक विरासत को प्रदर्शित करने के लिए एक विशेष टूर ‘गरवी गुजरात’ शुरू करेगा।@RailMinIndia pic.twitter.com/qjfYHVjdUa
— प्रसार भारती न्यूज सर्विसेज एवं डिजिटल प्लेटफॉर्म (@PBNS_Hindi) February 5, 2023
પ્રવાસી ટ્રેનમાં 4 ફર્સ્ટ એસી કોચ, 2 સેકન્ડ એસી કોચ, એક સુસજ્જ પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. જેમાં એક સાથે 156 પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય યાત્રાધામો અને હેરિટેજ સ્થળો એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ પ્રવાસના મુખ્ય આકર્ષણો હશે.
પ્રવાસીઓ આ ટૂરિસ્ટ ટ્રેનમાં ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર રેલ્વે સ્ટેશનો પર પણ આ પ્રવાસી ટ્રેનમાં બોર્ડ/ડીબોર્ડ કરી શકે છે. ગ્રાહકોની સુવિધા માટે, IRCTC એ પેમેન્ટ ગેટવેની સાથે ગ્રાહકોને EMI ચુકવણીનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
અગાઉ આવી જ ટ્રેન ભારત દર્શન ટ્રેનના નામથી ચાલતી હતી. તેનું ભાડું સ્લીપર ક્લાસમાં પેસેન્જર માટે 900 રૂપિયા પ્રતિ દિવસ અને થર્ડ-એસીમાં 1500 રૂપિયા પ્રતિ દિવસ હતું. પરંતુ આ ટ્રેન એપ્રિલ 2022માં બંધ કરી દેવામાં આવી હતી. આ ટ્રેને જાન્યુઆરીથી માર્ચ 2022 સુધીમાં 16 ટ્રીપ પૂરી કરી હતી અને લગભગ 13.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Published On - 4:00 pm, Sun, 5 February 23