AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: GNWL, RLWL, PQWL, કે RAC, કઈ ટ્રેનની ટિકિટ પહેલા કન્ફર્મ થાય છે?

ભારત દેશમાં મોટાભાગે લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. આજના ટાઈમમાં કન્ફર્મ ટિકિટ મેળવવી પડકારજનક છે. ઘણીવાર લોકો ટિકિટ તો બુક કરાવે છે પરંતુ વેઇટિંગ લિસ્ટની વિવિધ શ્રેણીઓને સમજી શકતા નથી.

Indian Railway: GNWL, RLWL, PQWL, કે RAC, કઈ ટ્રેનની ટિકિટ પહેલા કન્ફર્મ થાય છે?
Indian Railway Ticket Confirmation Chance Image Credit source: Google
| Updated on: May 06, 2026 | 10:17 AM
Share
ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે ટિકિટનું કન્ફર્મ થવું સૌથી મોટી ચિંતા હોય છે. ખાસ કરીને રજાઓ અને તહેવારોની સિઝનમાં વેઇટિંગ લિસ્ટ ઝડપથી વધે છે. મોટાભાગે મુસાફરોને ખાતરી હોતી નથી કે તેમની ટિકિટ કન્ફર્મ થઈ શકે છે કે નહીં. લોકો ઘણીવાર માહિતી વગર ટિકિટ બુક કરાવે છે, જેના કારણે પાછળથી નિરાશ થવું પડે છે.

પ્રાથમિક માહિતી હોવી જરૂરી

જો તમારી પાસે વિવિધ પ્રકારની વેઇટિંગ લિસ્ટ અને તેની પ્રાથમિક માહિતી હોય તો તમે ટિકિટ બુક કરી શકો છો અને કન્ફર્મ ટિકિટ મેળવવાની તમારી શક્યતાઓને વધારી શકો છો. રેલવેએ વેઇટિંગ લિસ્ટ ટિકિટોને અલગ અલગ શ્રેણીઓમાં વિભાજિત કરી છે જેમ કે GNWL, RLWL, PQWL, RAC, અને TQWL. આ દરેકની કન્ફર્મેશન સંભાવના અલગ હોય છે.

GNWL

GNWL ટ્રેનના શરૂઆતના સ્ટેશનથી લઈ તેના અંતિમ સ્ટેશન સુધી મુસાફરી કરતા મુસાફરો માટે હોય છે. GNWLને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે. આવી ટિકિટોમાં સૌથી વધુ કન્ફર્મેશનની સંભાવના હોય છે. જેનો અંદાજ આશરે 80થી 90% હોય છે.

RLWL

રિમોટ લોકેશન વેઇટિંગ લિસ્ટ મધ્યવર્તી સ્ટેશનો પરથી મુસાફરી કરતા મુસાફરો માટે છે. કન્ફર્મેશન સંભાવના GNWL કરતા થોડી ઓછી હોય છે. આશરે 40થી 60% પર રહે છે.

PQWL

પૂલ ક્વોટા વેઇટિંગ લિસ્ટ સામાન્ય રીતે ટૂંકા અંતરના મુસાફરો માટે હોય છે. ટિકિટ કન્ફર્મેશનની શક્યતા આશરે 20થી 30% હોય છે.

RSWL

સાઇડ વેઇટિંગ લિસ્ટ, ટ્રેનના શરૂઆતના સ્ટેશન નજીકના સ્ટેશનો માટે હોય છે જેમાં કન્ફર્મેશનની શક્યતા આશરે ફક્ત 10થી 20% રહી શકે છે.

TQWL

મોટાભાગે તત્કાલ વેઇટિંગ લિસ્ટ પર ટિકિટ કન્ફર્મ કરવી લગભગ અશક્ય હોય છે. તેની શક્યતા 0-10%ની વચ્ચે હોય છે. કારણ કે આ છેલ્લી ઘડીની ટિકિટ છે.

RAC

આ ટિકિટ સંપૂર્ણ સીટ આપતી નથી. પરંતુ તે મુસાફરી કરવાની તક પૂરી પાડે છે. આમાં તમને સાઇડ લોઅર સીટ બીજી વ્યક્તિ જોડે શેર કરવી પડે છે.

યોગ્ય રીતે આયોજન કેવી રીતે કરવું?

જો તમે ઇચ્છો છો કે તમારી ટિકિટ ઝડપથી કન્ફર્મ થાય, તો GNWL શ્રેણીમાં ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરવો. તમારી મુસાફરીની તારીખથી ખૂબ અગાઉથી ટિકિટ બુક કરવી પણ શ્રેષ્ઠ છે.
નોધ: મુસાફરી કરતાં પહેલાં રેલવે સંબંધિત માહિતી જાણી લેવી. અહીં આપવામાં આવેલી માહિતી વિવિધ રિપોર્ટ્સના આધારે તૈયાર કરવામાં આવેલી છે. ટ્રેન ટિકિટ બૂક કરતા પહેલા સંબંધિત વેબસાઇટની મુલાકાત લેવી.

Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
g clip-path="url(#clip0_868_265)">