Indian Politics Latest Update: વર્ષ 2010થી વર્ષ 2022 વચ્ચે ફરી ગયા સત્તાનાં સમીકરણ, SITમાં 9 કલાક કરતા વધારે સમય આપનારા તત્કાલિન CM મોદીનાં નામે VIDEO VIRAL, વાંચો શું મેસેજ છે ગાંધી પરિવાર માટે

|

Jun 10, 2022 | 7:44 AM

નરેન્દ્ર મોદી (Narendra Modi)જ્યારે ગુજરાતનાં મુખ્યપ્રધાન હતા ત્યારે તે સમયે કોંગ્રેસ (UPA) શાસિત સરકાર હતી અને તે સમયે નરેન્દ્ર મોદીને ગોધરા હત્યાકાંડ (Godhra) મુદ્દે સાણસામાં લેવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા રચવામાં આવેલી SITમાં તેમની 9 કલાક કરતા વધારે પુછપરછ પણ કરવામાં આવી હતી.

Indian Politics Latest Update: વર્ષ 2010થી વર્ષ 2022 વચ્ચે ફરી ગયા સત્તાનાં સમીકરણ, SITમાં 9 કલાક કરતા વધારે સમય આપનારા તત્કાલિન CM મોદીનાં નામે VIDEO VIRAL, વાંચો શું મેસેજ છે ગાંધી પરિવાર માટે
Indian Politics Latest Update: Rahul Gandhi , Sonia Gandhi and Narendra Modi

Follow us on

Indian Politics Latest Update: રાજકારણ(Politics) અને સત્તા કે જેને સીધો એકબીજા સાથે સંબંધ છે તેમાં થોડુ પણ અગર પરિવર્તન આવે તો કેવો માહોલ અને સંજોગો બદલાઈ જાય છે તે હાલમાં ચાલી રહેલી રાજકીય સ્થિતિ(Political Situation)ને જોતા અનુભવી શકાય છે. રાજકારણનો એક સક્રિય દશકો ક્યારે કોની તરફેણમાં ફેરવાઈ ગયો અને  એમ તો ભૂતકાળનો પરંતુ હાલમાં વાયરલ થયેલો વિડિયો (Viral Video) ખુબજ ચર્ચામાં છે કે જેમાં સવાલનાં ઘેરામાં રાહુલ , સોનિયા અને ગાંધી (Rahul and Sonia Gandhi) પરિવાર છે. તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી (EX.CM Narendra Modi)આ વિડિયોમાં SITની તપાસમાં સહયોગ આપીને આવતા જતા જોવા મળે છે.

સવાલ તપાસમાં સહયોગ આપવાનો કે પછી સત્તાનાં ઉચ્ચસ્થાને પહોચ્યા બાદ કાયદાને તમે કેટલુ માન આપો છો તે અગત્યનું છે. આ વર્ષ 2010મા માર્ચ મહિનાના સમયગાળાનો વિડિયો છે કે જેમાં નરેન્દ્ર મોદી પત્રકારો સાથે વાત કરી રહ્યા છે. અમે તમને 1 મિનિટ 52 સેકન્ડના આ વિડિયો તેમણે શું જણાવ્યુ હતું તે બતાવી દઈએ કે જેથી કરીને આપ હવે જે આગળ વાંચશો તો આપ પોતે પણ ઘણુ નક્કી કરી શકવાની સ્થિતિમાં આવી જશો.

નરેન્દ્ર મોદીએ વર્ષ 2010નાં વિડિયોમાં શું કહ્યુ હતું

ગોધરાકાંડ બાદ થયેલી હિંસા અને મોતની ઘટનાના પગલે ગુજરાત સરકાર પર ઘણા સવાલો ઉઠ્યા હતા. કેન્દ્ર સરકાર તરફથી પણ તપાસ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વિવિધ તપાસ પંચ વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા SITની રચના કરવામાં આવી હતી અને પૂર્વ CBI ચીફ આર કે રાઘવનને તેના વડા બનાવવામાં આવ્યા હતા. એમ કહેવામાં આવે છે કે જે તે સમયે 9 કલાક કરતા વધારે સમય સુધી નરેન્દ્ર મોદીની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમમે પૂર્ણ સહયોગ આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યુ હતું કે ભારતનું બંધારણ અને તેનો કાયદો સુપ્રીમ છે. એક નાગરિક તરીકે અને રાજ્યનાં મુખ્યપ્રધાન કરીકે હું ભારતનાં કાયદા અને બંધારણ સાથે જોડાયેલો છું.

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

ઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી

આજે મારા આદર્શ અને આચરણે મારા વિરૂદ્ધ અલગ અલગ પ્રકારની અફવા ફેલાવનારાઓને કચકચાવીને જવાબ આપી દીધો છે. હું આશા રાખુ છું કે આવા પ્રકારની વાતો હવે ખોટો માહોલ બનાવનારા બંધ કરશે. કેટલાક લોકોને ભ્રમ છે તો એ ભ્રમને હું દુર કરી દઉ કે આ SIT સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવી છે, તેમાં રેહલી ટીમ કે જેમણે મારી પુછપરછ કરી છે તેમાં કોઈ પણ અધિકારી ગુજરાતથી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા અને પસંદ કરવામાં આવેલા અધિકારીઓ છે અને એટલે જ તે સુપ્રીમનાં માર્ગદર્શનમાં સીધેસીધુ કામ કરે છે. આ જ અધિકારીઓએ મારી પૂછપરછ કરી છે અને તપાસ પુરી નથી થઈ હજુ. મે કીધુ છે કે ભલે બે ત્રણ કલાક વધારે જાય પણ આજે જ પુરૂ થઈ જાય.

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની EDની પૂછપરછ પહેલા શક્તિપ્રદર્શનની વાત

નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં SITની તપાસમાં આપેલા સહકાર સામે આ વિડિયોનો ઉપયોગ એ રીતે થઈ રહ્યો છે કે ગાંધી પરિવારને તપાસનાં નામે કોઈ પણ પૂછપરછ ન કરી શકે. આ પરિવાર દેશ માટે એટલી અગત્યતા ધરાવે છે કે તે કોઈ પણ એજન્સી પાસે તપાસ માટે હાજર ન થઈ શકે. મોદીનો કાયદા પરત્વેનો સહકાર અને કાયદામાં માનવાની વાત 12 વર્ષ પછી હવે ગાંધી પરિવારને એ જ કાયદાનાં કઠેડામાં ઉભુ કરી રહ્યુ છે. અત્યાર સુધીમાં નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કે જેમને 2015માં જામીન મલ્યા હતા તેમના દ્વાર પૂછપરછનાં સમયે રસ્તો કાઢી લેવાની વૃતિને ખુબ વખોળવામાં આવી રહી છે. તાજેતરમાંજ બંનેને તપાસ માટે ઈડીની ઓફિસનું તેડુ હતું તેવા જ સમયે રાહુલે વિદેશ પ્રવાસનું કારણ આગળ ધર્યુ તો સોનિયા ગાંધીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવી ગયો. તપાસ હવે 11 દિવસ કરતા વધારે પાછળ ધકેલાઈ ગઈ.

સુબ્રમણ્યમ સ્વામીએ આક્ષેપ કર્યો હતો

ટ્રાયલ કોર્ટે આ કેસમાં યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ સામે ઈન્કમટેક્સ વિભાગની તપાસને ધ્યાનમાં લીધા પછી એજન્સીએ પીએમએલએની ફોજદારી જોગવાઈઓ હેઠળ નવો કેસ નોંધ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2013માં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. સ્વામીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો પર છેતરપિંડી અને ભંડોળની ઉચાપત કરવાના કાવતરાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ એ 90.25 કરોડની વસૂલાત કરવાનો અધિકાર મેળવવા માટે માત્ર 50 લાખ રૂપિયા ચૂકવ્યા જે AJLને કોંગ્રેસે આપવાના હતા.

નેશનલ હેરાલ્ડનો મામલો કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ સાથે સંબંધિત છે

ખરેખર, નેશનલ હેરાલ્ડ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે અને યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડની માલિકી ધરાવે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નિવેદનો રેકોર્ડ કરવા માંગે છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ગાંધી પરિવારની પૂછપરછ એ હિસ્સાની પેટર્ન, નાણાકીય વ્યવહારો અને યંગ ઈન્ડિયન અને AJLના પ્રમોટરોની ભૂમિકાને સમજવા માટે EDની તપાસનો એક ભાગ છે. યુવા ભારતીય પ્રમોટર્સ અને શેરહોલ્ડરોમાં કોંગ્રેસમાંથી સોનિયા અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. 

Published On - 1:43 pm, Thu, 9 June 22

Next Article