જાણો ચીન-પાકિસ્તાનના ખતરા સહીત લદ્દાખ અને પૂર્વોત્તરના મુદ્દે શું કહ્યું Army Chief MM Naravaneએ

|

Jan 12, 2022 | 3:54 PM

Army Chief Press Conference: ભારતીય આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દેશની ઉત્તરી અને પશ્ચિમી સરહદો પર સકારાત્મક વિકાસ થયો છે અને નાગાલેન્ડની ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે

જાણો ચીન-પાકિસ્તાનના ખતરા સહીત લદ્દાખ અને પૂર્વોત્તરના મુદ્દે શું કહ્યું Army Chief MM Naravaneએ
Indian Army Chief MM Naravane

Follow us on

ભારતીય સેનાના પ્રમુખ (Indian Army Chief) જનરલ એમએમ નરવણેએ (MM Naravane) બુધવારે તેમની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ‘ગત વર્ષે જાન્યુઆરીથી અમારી ઉત્તરી અને પશ્ચિમી સરહદો પર સકારાત્મક વિકાસ થયો છે. ઉત્તરી સરહદો પર અમે ઉચ્ચતમ સ્તરની ઓપરેશનલ સજ્જતા જાળવી રાખી છે, તેમજ PLA (ચીની સેના) સાથે સંવાદ ચાલુ છે. જેના લીધે ઘણા ક્ષેત્રોમાં Disengagement (સૈનિકોને સંપૂર્ણ રીતે દૂર કરવાની પ્રક્રિયા)  પરસ્પર સંમતિથી કરવામાં આવી છે.

દર વર્ષે 15 જાન્યુઆરી પહેલા આર્મી ચીફ મીડિયા સાથે વાત કરે છે. આ દિવસે (15 જાન્યુઆરી) સમગ્ર દેશમાં આર્મી ડેની (Army Day) ઉજવણી કરવામાં આવે છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે વધુમાં કહ્યું કે, ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ સર્વગ્રાહી રીતે કરવામાં આવી રહ્યો છે. રોડ અને પુલ બનાવવામાં આવી રહ્યા છે. ચીનના (China Dispute) મામલામાં ખતરો ક્યારેય ઓછો થયો નથી અને અમારી તરફથી સૈનિકોની સંખ્યા વધારવામાં આવી છે, એમ સેના પ્રમુખ નરવણેએ જણાવ્યું હતું.

LOC પરથી ઘૂસણખોરીના પ્રયાસો થયા હતા

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આર્મી ચીફે કહ્યું, “પશ્ચિમી મોરચા પર વિવિધ લોન્ચ પેડ્સ પર આતંકવાદીઓની સંખ્યામાં વધારો થયો છે અને નિયંત્રણ રેખા પારથી ઘૂસણખોરીના વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા છે.” આ ફરી એકવાર આપણા પશ્ચિમી પાડોશીની નાપાક રચનાઓને છતી કરે છે. જોકે, યુદ્ધવિરામ કરાર બાદ થોડો સુધારો જોવા મળ્યો છે.

ડિસેમ્બર 2021માં નાગાલેન્ડમાં ફાયરિંગની (Nagaland Firing( ઘટનામાં 14 નાગરિકોનું નિધન થયું હતું તે અંગે આર્મી ચિફે કહ્યું કે,”આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને નાગાલેન્ડની ઘટનાની તપાસ પૂર્ણ થયા બાદ SOPમાં વધુ સુધારો કરવામાં આવશે.” કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) આ અંગે લોકસભાને (Lok Sabha) સંબોધિત કરતાં કહ્યું હતું કે ઘટનાની તપાસ માટે એક વિશેષ તપાસ સમિતિની (SIT) રચના કરવામાં આવી છે, જે તપાસ કરીને 1 મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે.

ઉત્તરપૂર્વની સ્થિતિ વિશે શું?

આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ પૂર્વોત્તર વિશે કહ્યું, ‘પૂર્વોત્તરમાં સ્થિતિ નિયંત્રણમાં છે. સેનાની અનેક બટાલિયનને હટાવી દેવામાં આવી છે. ભારત-મ્યાનમાર (Indo-Myanmar Border) સરહદ પર આસામ રાઈફલ્સ(Assam Rifles) બટાલિયનને વધારવાની યોજના છે. ચીનના (China) પ્રયાસો પર સૈન્યનો જવાબ ખૂબ જ સારો રહ્યો છે અને અમને યોજનાઓની સમીક્ષા કરવાની સાથે સાથે અમને અમારી તૈયારી જોવાની તક મળી રહી છે.

આ પણ વાંચો:

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાયદાઓમાં સુધારો કરવા માટે સાંસદો સહિત અન્ય હિતધારકો પાસેથી માંગ્યા સૂચનો

આ પણ વાંચો:

World Passport Ranking 2022 જાહેર, ભારતીય પાસપોર્ટ ધારકોને 60 દેશમાં Prior Visa વગર મળશે એન્ટ્રી

Next Article