ભારતીય સેનાનો બહાદૂર શ્વાન Zoom થયો શહીદ, પગ તૂટ્યો, ગોળી વાગી છતા આતંકીઓને ઉતાર્યા હતા મોતને ઘાટ

|

Oct 13, 2022 | 4:44 PM

હાલમાં આતંકીઓ સામે લડતા લડતા એક બહાદૂર શ્વાન શહીદ થયો છે. જમ્મૂ કશ્મીરના અનંતનાગમાં આતંકીઓને સામે જંગ જીતનાર ભારતીય સેનાનો Zoom શ્વાન જિંદગીનો જંગ હારી ગયો છે.

ભારતીય સેનાનો બહાદૂર શ્વાન Zoom થયો શહીદ, પગ તૂટ્યો, ગોળી વાગી છતા આતંકીઓને ઉતાર્યા હતા મોતને ઘાટ
Indian army dog zoom died
Image Credit source: TV9 gfx

Follow us on

Indian Army Dog Zoom : ભારતની ચારેય બાજુ બહાદૂર સેનાના સૈનિકો દેશની રક્ષા કરી રહ્યા છે. દુશ્મનોના દરેક હુમલાનો જવાબ આપવા માટે ભારતીય વાયુ સેના, ભારતીય નેવી અને ભારતીય થળ સેનાના સૈનિકો 24 કલાક તૈનાત રહે છે. દેશની એક મહત્વની સરહદ જમ્મૂ કશ્મીરમાં લગભગ દરરોજ આતંકી પ્રવૃતિઓને કારણે તણાવનો માહૌલ હોય છે. જેના કારણે આતંકીઓની સાથેની લડાઈમાં અઠવાડિયામાં 1-2 વાર દેશના કોઈ સૈનિકના શહીદ થવાના સમાચાર આવે છે. પણ હાલમાં આતંકીઓ સામે લડતા લડતા એક બહાદૂર શ્વાન શહીદ થયો છે. જમ્મૂ કશ્મીરના અનંતનાગમાં આતંકીઓને સામે જંગ જીતનાર ભારતીય સેનાનો Zoom શ્વાન જિંદગીનો જંગ હારી ગયો છે.

10 ઓકટોબરના રોજ અનંતનાગમાં આતંકીઓને સામે જીતવામાં આ શ્વાને મહત્વની ભૂમિકા ભજવી હતી. તે દરમિયાન તે ઘાયલ પણ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લગભગ 3 દિવસ મોત સામે લડીને ભારતીય સેનનો આ બહાદૂર શ્વાન આજે બપોરે 12 વાગ્યે દુનિયાને અલવિદા કહીને જતો રહ્યો છે. આજે બપોરે 11.45 વાગ્યા સુધી તે સારી રીતે રિસ્પોન્સ કરતો હતો, લાગી રહ્યુ હતુ કે તેની હાલત ધીરે ધીરે સારી થઈ જશે. પણ તેનું સ્વાસ્થ્ય બગડી ગયુ અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેણે 12 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પગ તૂટ્યો અને 2 ગોળી પણ વાગી

 

 


10 ઓક્ટોબરના રોજ ZOOM શ્વાન એ આતંકવાદીઓની ઓળખ કરીને તેમના પર હુમલો કર્યો હતો. તે દરમિયાન તેને આતંકવાદીઓની 2 ગોળી વાગી હતી. ભારતીય સેનાના આવા અનેક ઓપરેશનમાં ZOOM શ્વાન એ પોતાની બહાદૂરી બતાવી હતી. આ ઘટનામાં તેણે 2 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.તેના કેટલાક વીડિયો ટ્વિટર પર શેયર કરવામાં આવ્યા હતા. ZOOM શ્વાન જલ્દી સ્વસ્થ્ય થઈ જાય તેવી પ્રાર્થના પણ લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. પણ આજે દેશે પોતાનો વધુ એક બહાદૂર સૈનિક શહીદ થયો છે.

Zoomની બહાદૂરીના કેટલાક વીડિયો

 

 

 

કોણ છે  ભારતીય સેનાનો બહાદૂર શ્વાન Zoom?

તે એક પ્રશિક્ષિત, ક્રૂર અને પ્રતિદ્ધ શ્વાન છે. તેમની મદદ આતંકીઓને પકડવા માટે લેવામાં આવે છે.આ શ્વાન દક્ષિણ કશ્મીરમાં ઘણા સક્રિય અભિયાનોનો ભાગ હતો. હાલમાં એક ઘરની તપાસ દરમિયાન તેને આતંકવાદીઓએ ગોળી મારી હતી. ગંભીર રીતે ઘાયલ થયા પછી પણ તે બહાદૂર સૈનિકની જેમ લડયો અને 2 આતંકીઓને મારવામાં મદદ કરી. તેને સારવાર માટે પશુ ચિકિત્સક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

 

Published On - 4:42 pm, Thu, 13 October 22

Next Article