લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે LAC પર ઘર્ષણ

|

Sep 12, 2019 | 3:38 AM

ભારત અને ચીનના સૈનિક બુધવારે પૂર્વ લદ્દાખમાં એકબીજા સામે ટકરાયા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પેંગોંગ તળાવના ઉત્તરી કિનારે ભારતીય અને ચીની સૈનિકો સામસામે ટકરાયા. 134 કિલોમીટર લાંબા પેંગોંગ તળાવના ત્રીજા ભાગનું નિયંત્રણ ચીન રાખે છે. એક સુત્રએ જણાવ્યું કે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય સૈનિકોની ટક્કર ચીનના પીપલ્સ લિબ્રેશન આર્મીના સૈનિકો સામે થઈ. ચીની સૈનિક આ […]

લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે LAC પર ઘર્ષણ

Follow us on

ભારત અને ચીનના સૈનિક બુધવારે પૂર્વ લદ્દાખમાં એકબીજા સામે ટકરાયા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પેંગોંગ તળાવના ઉત્તરી કિનારે ભારતીય અને ચીની સૈનિકો સામસામે ટકરાયા. 134 કિલોમીટર લાંબા પેંગોંગ તળાવના ત્રીજા ભાગનું નિયંત્રણ ચીન રાખે છે.

એક સુત્રએ જણાવ્યું કે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય સૈનિકોની ટક્કર ચીનના પીપલ્સ લિબ્રેશન આર્મીના સૈનિકો સામે થઈ. ચીની સૈનિક આ વિસ્તારમાં ભારતીય સૈનિકોની હાજરીમાં વિરોધ કરવા લાગ્યા. તેની પર બંને તરફથી સૈનિકો વચ્ચે ટક્કર શરૂ થઈ ગઈ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારત અને ચીન તરફથી આ વિસ્તારોમાં સૈનિકોની સંખ્યા વધારી દીધી છે અને બંને પક્ષ તરફથી મોડી સાંજ સુધી સંઘર્ષ ચાલતો રહ્યો. સેના તરફથી આ વિસ્તારને લઈને કહેવામાં આવ્યું કે તણાવ ઓછો કરવા માટે સ્થાપિત દ્વિપક્ષીય વ્યવસ્થા હેઠળ બંને પક્ષ બ્રિગેડિયર સ્તરના અધિકારીઓ વચ્ચે વાતચીતથી સહમત થઈ ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એક અધિકારીએ કહ્યું કે ભારત અને ચીનની વચ્ચે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC)ની સ્થિતીને લઈને અલગ અલગ માન્યતાઓ છે. આ કારણથી આ પ્રકારની ઘટનાઓ થતી રહે છે. તેની સરહદ વ્યક્તિગત મીટિંગ અથવા ફ્લેગ મીટિંગ વગેરે દ્વારા ઉપાય શોધી કાઢવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં પણ પેંગોંગ તળાવના ઉત્તરી કિનારા પર વિવાદીત વિસ્તારમાં બંને દેશોના સૈનિકોમાં ટક્કર થઈ હતી, આ દરમિયાન એક-બીજાની વિરૂદ્ધ પથ્થરો અને લાકડીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article