
ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી પહેલી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું.તેમણે કહ્યું કે છેલ્લા દિવસોમાં દુનિયાએ ભારતની તાકાત અને સંયમ બંને જોયા છે. તેમણે દેશના ત્રણેય સશસ્ત્ર દળો અને વૈજ્ઞાનિકોને સલામ કરી. બાદમાં તેમણે કહ્યું કે, ભારત ન્યુક્લિયરના ભય થી ડરતુ નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાડોશી દેશ પાકિસ્તાનને કડક સ્વરમાં ચેતવણી આપતા કહ્યું છે કે ભારતે ફક્ત ઓપરેશન સિંદૂર મુલતવી રાખ્યું છે, તેને રોક્યું નથી. આ સાથે, પાડોશી દેશ દ્વારા આતંકવાદીઓને સમર્થન આપવાના પ્રશ્ન પર, પ્રધાનમંત્રીએ કહ્યું કે જો પાકિસ્તાન ટકી રહેવા માંગે છે, તો તેણે તેના દેશની અંદર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવો પડશે.
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આતંક અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં, આતંક અને વેપાર એકસાથે ચાલી શકે નહીં. પાણી અને લોહી એકસાથે વહી શકતા નથી. પીએમએ એમ પણ કહ્યું કે કોઈ પણ દેશ પરમાણુ હથિયારો દ્વારા અમને બ્લેકમેલ કરી શકશે નહીં.
VIDEO | PM Modi (@narendramodi) addresses nation on Operation Sindoor:
“India will not tolerate any form of nuclear blackmail. We will take decisive action against terrorist bases operating under the guise of such threats. There will be no distinction between… pic.twitter.com/32uvPMSk4G
— Press Trust of India (@PTI_News) May 12, 2025
પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. આતંકવાદીઓ અને તેમના આકાઓ હવે સિંદૂર કાઢવાની કિંમત જાણે છે. ભારતીય દળોએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને તેમના તાલીમ કેન્દ્રો પર સચોટ હુમલા કર્યા. આતંકવાદીઓએ સપનામાં પણ કલ્પના કરી ન હતી કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે.
પીએમ મોદીએ કહ્યું કે અમે યુદ્ધના મેદાનમાં દરેક વખતે પાકિસ્તાનને હરાવ્યું છે. અમે અમારી ક્ષમતાઓ તેજસ્વી રીતે દર્શાવી. આ ઓપરેશન દરમિયાન, આપણા મેડ ઇન ઇન્ડિયા શસ્ત્રોએ પોતાને સાબિત કર્યું, જે દુનિયા જોઈ રહી છે. આપણે બધાએ તમામ પ્રકારના આતંકવાદ સામે એક થવું પડશે, આ આપણી સૌથી મોટી તાકાત છે. આ યુદ્ધનો યુગ નથી, પરંતુ આ આતંકવાદનો પણ યુગ નથી. આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા એ એક સારા વિશ્વની ગેરંટી છે.
પીએમએ કહ્યું કે, પાકિસ્તાનની સેના અને સરકાર આતંકવાદને પોષી રહી છે, તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરશે. જો પાકિસ્તાન ટકી રહેવા માંગે છે, તો તેણે આતંકવાદી માળખાનો નાશ કરવો પડશે. આ સિવાય શાંતિનો બીજો કોઈ રસ્તો નથી. આતંક અને વાતો એકસાથે ચાલી શકે નહીં. આતંકવાદ અને વેપાર સાથે ન ચાલી શકે. પાણી અને લોહી પણ એકસાથે વહી શકતા નથી.
Published On - 8:27 pm, Mon, 12 May 25