ભારત 2 મહિનામાં 20 લાખ ટનથી વધુ ઘઉંની કરશે નિકાસ, છેલ્લા 7 વર્ષમાં સોથી વધુ નિકાસની આશા

|

Nov 27, 2021 | 6:29 PM

આ વર્ષે ભારત છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ નિકાસ કરી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે ભારતીય ઘઉંની કિંમત અન્ય દેશોની સરખામણીમાં સ્પર્ધાત્મક રહે છે અને તેથી જ અહીં ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે.

ભારત 2 મહિનામાં 20 લાખ ટનથી વધુ ઘઉંની કરશે નિકાસ, છેલ્લા 7 વર્ષમાં સોથી વધુ નિકાસની આશા

Follow us on

આગામી બે મહિનામાં ભારત (India) 20 થી 25 લાખ ટન ઘઉં (Wheat)ની નિકાસ કરશે. આ વર્ષે ભારતમાંથી મોટા પ્રમાણમાં ઘઉંની નિકાસ થઈ રહી છે. એક અંદાજ મુજબ, આ વર્ષે ભારત છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ નિકાસ (Export) કરી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે ભારતીય ઘઉંની કિંમત અન્ય દેશોની સરખામણીમાં સ્પર્ધાત્મક રહે છે અને તેથી જ અહીં ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA)ની ફોરેન એગ્રીકલ્ચર સર્વિસ (FAS)એ તેના તાજેતરના અહેવાલમાં ભારતની ઘઉંની નિકાસનો અંદાજ 4.5 મિલિયન ટનથી વધારીને 5.25 મિલિયન ટન કર્યો છે. ભારતીય ઘઉંના ભાવ આસપાસના બજારો માટે વાજબી લાગે છે. ભારત વાજબી ભાવે સારી ગુણવત્તા અને પ્રમાણભૂત ઘઉં ઉપલબ્ધ કરે છે. આ કારણોસર નિકાસ માટે નવા સોદા મળી રહ્યા છે.

આ દેશોને કરવામાં આવે છે નિકાસ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

યુએસડીએએ જણાવ્યું હતું કે ઓગસ્ટમાં ભારતના ઘઉંની નિકાસની કિંમત સરેરાશ 265 ડોલર હતી. ભારત હાલમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, મલેશિયા અને પશ્ચિમ એશિયાના દેશોમાં મોટા પાયે ઘઉં મોકલી રહ્યું છે. ભારત નેપાળ જેવા દેશમાં માત્ર રોડ માર્ગે જ ઘઉંની નિકાસ કરે છે.

બીજી બાજુ, જો આપણે અન્ય દેશોના ઘઉંના નિકાસ ભાવ વિશે વાત કરીએ, તો યુક્રેન અને અન્ય ભૂતપૂર્વ સોવિયત સંઘના સભ્ય દેશોમાં ઉત્પાદિત ઘઉંની કિંમત 358.5 ડોલર છે. ઇન્ટરનેશનલ ગ્રેન્સ કાઉન્સિલ (IGC) અનુસાર, આર્જેન્ટિનાના ઘઉંનું વેચાણ 314 ડોલરમાં થઈ રહ્યું છે.

નિકાસના નવા સોદાઓને કારણે ભાવ વધે છે

એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ઘઉંની નિકાસ વધીને 2.34 મિલિયન ટન થઈ છે, જેનું મૂલ્ય રૂ. 4,590 કરોડ છે. બાંગ્લાદેશ ભારતીય ઘઉંનો સૌથી મોટો ખરીદદાર છે. આ પછી શ્રીલંકા અને નેપાળ આવે છે.

નિકાસ માટે મળેલા સોદાઓને કારણે ઘઉંના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જે લણણી સમયે એપ્રિલમાં લઘુત્તમ ટેકાના ભાવ કરતાં ઘણો ઓછો હતો. લણણી સમયે, ખેડૂતોએ 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉં વેચ્યા હતા, પરંતુ હાલમાં તેની કિંમત 1950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જે 1975ના MSP દરની નજીક છે.

 

આ પણ વાંચો: ‘રાષ્ટ્રીય અંગદાન દિવસ’, ઓર્ગન ડોનેશન શા માટે છે જરૂરી ? રાષ્ટ્રીય અંગદાન દિવસ પર જાણો તેનું મહત્વ

આ પણ વાંચો: શેર બજારમાં કડાકાથી બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના 753 કરોડ રૂપિયા ધોવાયા, ટાટાના આ શેરથી થયું નુકસાન

Next Article