India Vaccination: એક દિવસમાં 69 લાખ લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન, કુલ આંકડો 66 કરોડને પાર

|

Sep 02, 2021 | 8:04 AM

કર્ણાટકમાં કોરોનાની રસી વિશે હજુ પણ ઘણા ગ્રામીણ વિસ્તારોમાં અફવાઓ ફેલાઈ રહી છે અને જાગૃતિના અભાવે લોકો રસી લેવામાં ડરે ​​છે.

India Vaccination: એક દિવસમાં 69 લાખ લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન, કુલ આંકડો 66 કરોડને પાર
પ્રતિકાત્મક તસવીર

Follow us on

India Vaccination: દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણ પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 66 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, બુધવારે 69 લાખથી વધુ લોકોને એટલે કે કોરોના રસીના 69,42,335 ડોઝ આપવામાં આવ્યા હતા.

એકંદરે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષની વયજૂથના 25,89,65,198 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે અને રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆતથી 2,97,99,597 ને બીજો ડોઝ મળ્યો છે.

અગાઉ મંગળવારે રેકોર્ડ બ્રેકિંગ રસીકરણ કરવામાં આવ્યું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 1.09 કરોડ લોકોને રસી આપવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, દેશે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રધાનમંત્રી મોદીની દરેક માટે રસી, મફત રસી અભિયાનએ તેના 1.09 કરોડથી વધુ ડોઝના અગાઉના રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

દેશમાં અત્યાર સુધીમાં વધુ રસીઓ આપવામાં આવી છે અને આ સંખ્યા સતત વધી રહી છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ -19 રસીકરણની ગતિને વેગ આપવા અને તેનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રસી નહીં તો રાશન નહીં
કર્ણાટકમાં કોરોનાની રસી વિશે હજુ પણ ઘણા ગ્રામીણ વિસ્તારોમાં અફવાઓ ફેલાઈ રહી છે અને જાગૃતિના અભાવે લોકો રસી મેળવવામાં ડરે ​​છે. આવી સ્થિતિમાં કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ડેપ્યુટી કમિશનર એમ આર રવિએ રસીકરણને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. તેમણે કહ્યું કે જેમને કોરોના વેક્સિન નથી લીધી તેને રાશન આપવામાં નહીં આવે.

ચામરાજનગર જિલ્લાના ડેપ્યુટી કમિશનર એમ.આર. રવિએ “રસી નહીં તો રાશન નહીં” ના સૂત્ર સાથે અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં રેશન સુવિધા મેળવવા માટે, લગભગ 2.9 લાખ બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને રસી લેવાની ફરજિયાત જરૂર પડશે.

 

આ પણ વાંચો: Gujarat : આજે કયાં પડશે ભારે વરસાદ ? હવામાન વિભાગની આગાહી શું છે ? કયા ડેમ થયા ઓવરફલો ? વાંચો આ અહેવાલ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 02 સપ્ટેમ્બર: ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને થોડું ટેન્શન રહેશે, જીવન સાથીનો મળશે સાથ

Next Article