India UAE Flights : ભારતથી દુબઇ જનારા પ્રવાસીઓ માટે ખુશખબર, વેકિસનેશન સર્ટિફિકેટની જરૂર નથી

|

Aug 11, 2021 | 11:45 AM

India UAE Flights : સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર, યુએઈના રેસિડેન્ટ વિઝા ધરાવતા તમામ પ્રવાસીઓને ભારત, નેપાળ, નાઇજીરીયા, પાકિસ્તાન, શ્રીલંકા અને યુગાન્ડાથી દુબઇ જવાની મંજૂરી આપવામાં આવશે.

India UAE Flights : ભારતથી દુબઇ જનારા પ્રવાસીઓ માટે ખુશખબર, વેકિસનેશન સર્ટિફિકેટની જરૂર નથી
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

ભારત અને અન્ય પાંચ દેશોમાંથી આવતા સંયુક્ત અરબ અમીરાત (UAE) ના રહેવાસીઓને હવે દેશમાં પ્રવેશ માટે કોવિડ -19 વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવાની જરૂર રહેશે નહીં. દેશની એરલાઇન અમીરાતએ (Emirates) મંગળવારે આ જાહેરાત કરી હતી. સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર, યુએઈના રેસિડેન્ટ વિઝા ધરાવતા તમામ પ્રવાસીઓને ભારત, નેપાળ, નાઇજીરીયા, પાકિસ્તાન, શ્રીલંકા અને યુગાન્ડાથી દુબઇ જવાની મંજૂરી આપવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, મુસાફરો પાસે માન્ય કોવિડ -19 ટેસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ, જે ફલાઇટના પ્રસ્થાનના 48 કલાકની અંદર હોવું જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે દુબઇ વિઝા ધારકોએ ડાયરેક્ટોરેટ જનરલ રેસીડેન્સી એન્ડ ફોરેન અફેર્સ મારફતે પ્રિ-એન્ટ્રી ક્લિયરન્સ માટે અરજી કરવી આવશ્યક છે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ જ આ મુસાફરો દુબઈ જઈ શકશે.

કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે યુએઈએ ભારત, પાકિસ્તાન સહિત ઘણા દેશોના લોકોના આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. યુએઈ માટે અમીરાત એરલાઈનના અપડેટ કરેલ પ્રવાસ નિયમો અનુસાર, ભારત, નેપાળ, નાઈજીરીયા, પાકિસ્તાન, શ્રીલંકા અને યુગાન્ડાથી આવતા યુએઈના રહેવાસીઓને હવે દુબઈમાં પ્રવેશવા માટે કોવિડ -19 પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રેપિડ એન્ટિજેન ટેસ્ટ સ્વીકારવામાં આવશે નહીં
યુએઈના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, સર્ટિફાઈડ લેબ્સમાંથી માત્ર કોવિડ -19 PCR (પોલિમરેઝચેન રિએક્શન) ટેસ્ટ રિપોર્ટ આવે છે, જે મૂળ રિપોર્ટ સાથે સંકળાયેલ QR કોડ આપે છે, ફક્ત તે જ સ્વીકારવામાં આવશે. સમાચાર અનુસાર, મુસાફરોએ તેમની ફ્લાઇટ ઉપડવાના ચાર કલાક પહેલા કોવિડ -19 PCR રેપિડ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

રેપિડ એન્ટિજેન ટેસ્ટ સ્વીકારવામાં આવશે નહીં. દુબઈ પહોંચતા મુસાફરોએ કોવિડ -19 PCR ટેસ્ટ કરાવવો પડશે. યુએઈના નાગરિકોને આ જરૂરિયાતોમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ઇતિહાદ એરલાઇન્સમાં મુસાફરી કરવા માટે વેક્સિનેશન સર્ટિફિકેટ જરૂરી છે
ટ્રાવેલ એજન્ટોએ કહ્યું કે તેમને એરલાઇન્સ દ્વારા પણ જાણ કરવામાં આવી છે કે યુએઇના રહેવાસીઓને દુબઇ પરત ફરવા માટે વેક્સિનેશન સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી રહી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુએઈની બીજી ફ્લેગ કેરિયર એતિહાદ માટે યુએઈ દ્વારા માન્ય વેક્સીનના બંને ડોઝના સર્ટિફિકેટ બતાવવા ફરજિયાત રહેશે. નોંધનીય છે કે યુએઈએ ભારતમાં ડેલ્ટા વેરિએન્ટ અને કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન મુસાફરી પ્રતિબંધ લાદ્યો હતો.

 

આ પણ વાંચો : કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીના મિશ્ર ડોઝના ક્લિનિકલ ટ્રાયલના અભ્યાસને DCGIએ આપી મંજૂરી -સૂત્ર

આ પણ વાંચો :Vinayaka Chaturthi 2021 : ગુરુવારે મનાવવામાં આવશે વિનાયક ચતુર્થી, વાંચો ભગવાન ગણેશ અને અનલાસુરની અદભુત કથા

Next Article