ભારતનું US ગણાતું ગુજરાત સૌથી અમીર રાજ્યોમાં સામેલ છે ? જાણો TOP 5માં ક્યાં છે ગુજરાતનું સ્થાન !

|

Dec 27, 2018 | 10:37 AM

ગુજરાત એટલે ભારતનું અમેરિકા. સમૃદ્ધ અને પ્રગતિશીલ રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાત વિશે સામાન્ય સમજણ છે કે અહીંના લોકો દેશના અન્ય રાજ્યો કરતા સુખી-સમ્પન્ન છે. જે ગુજરાતમાંથી ધીરૂભાઈ અંબાણી, ત્યાર બાદ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ગૌતમ અદાણી જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ આવે છે, તો ગુજરાત વિશે સામાન્ય રીતે કહેવાય છે કે આ રાજ્ય દેશના સૌથી વધુ અમીર […]

ભારતનું US ગણાતું ગુજરાત સૌથી અમીર રાજ્યોમાં સામેલ છે ? જાણો TOP 5માં ક્યાં છે ગુજરાતનું સ્થાન !

Follow us on

ગુજરાત એટલે ભારતનું અમેરિકા. સમૃદ્ધ અને પ્રગતિશીલ રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાત વિશે સામાન્ય સમજણ છે કે અહીંના લોકો દેશના અન્ય રાજ્યો કરતા સુખી-સમ્પન્ન છે.

જે ગુજરાતમાંથી ધીરૂભાઈ અંબાણી, ત્યાર બાદ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ગૌતમ અદાણી જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ આવે છે, તો ગુજરાત વિશે સામાન્ય રીતે કહેવાય છે કે આ રાજ્ય દેશના સૌથી વધુ અમીર રાજ્યોમાં ચોક્કસ સામેલ હશે.

જોકે ગુજરાતમાં રહેતા લોકો અને ગુજરાતથી બહાર રહેતા લોકોની ગુજરાત વિશેની આ માન્યતા સાચી નથી, કારણ કે દેશના 5 અમીર રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. ગુજરાત અમીર હોવાની માન્યતા ધરાવતા લોકોને કદાચ આ જાણીને આશ્ચર્ય થશે કે દેશના ટોચના 5 અમીર રાજ્યોમાં એવા નામો છે કે જેના વિશે કલ્પના પણ ન કરી શકાય.

તો આવો જોઇએ દેશના કયા 5 રાજ્યો સૌથી અમીર ગણાય છે.

  • દિલ્હી

દિલ્હી ભારતનું સૌથી અમીર રાજ્ય ગણાય છે. દિલ્હીના પ્રત્યેક નાગરિકની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા કરતા વધુ છે કે જે અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ છે. દિલ્હી રાજ્યની કુલ વસતી લગભગ 2 કરોડ 67 લાખ છે. દિલ્હી સમગ્ર ઉત્તર ભારતનું ઇકોનૉમિક કૉરિડોર ગણાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

  • ગોવા

ગોવા એક નાનકડું રાજ્ય છે. તેના કારણે જ તે એક અમીર રાજ્ય છે. ગોવાના લોકાની માથાદીઠ વાર્ષિક આવક લગભગ 2 લાખ 70 હજાર રૂપિયા છે. ગોવાને પૂર્વી ભારતનું સૌથી ધનાઢ્ય રાજ્ય કહેવામાં આવે છે. ગોવાની મોટાભાગની આવક ટૂરિઝ્મ સેક્ટરમાંથી આવે છે. ગોવામાં રહેતા લોકોની કુલ વસતી લગભગ 18 લાખની આજુબાજુ છે.

  • ચંદીગઢ

ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અમીરીની બાબતમાં તે દેશમાં ત્રીજા સ્થાને છે. ચંદીગઢના લોકોની માથાદીઠ વાર્ષિક આવક લગભગ 2 લાખ 41 હજાર રૂપિયા કરતા વધુ છે. ચંદીગઢ ભારતના બે મહત્વના રાજ્યો હરિયાણા અને પંજાબનું પાટનગર પણ છે. ચંદીગઢની કુલ વસતી 10 લાખની આસપાસ છે.

  • સિક્કિમ

સિક્કિમ ભારતના સૌથી સુંદર રાજ્યોમાંનું એક છે. સિક્કિમનું ટૂરિઝ્મ સેક્ટર આખા ભારતમાં ખૂબ જાણીતું છે. સિક્કિમમાં રહેતા લોકોની માથાદીઠ વાર્ષિક આવક લગભગ 2 લાખ 25 હજાર રૂપિયા કરતા વધુ છે. સિક્કિમની કુલ વસતી લભગ 6 લાખથી વધુ છે અને અહીં રહેતા મોટાભાગના લોકો નેપાળી સંપ્રદાયના છે.

આ પણ વાંચો : એક સમયે મોદીના જાની દુશ્મન બની ગયા જિગરી દોસ્ત, 2019 માટે મોદીએ આપી મોટી જવાબદારી

  • પુડ્ડુચેરી

પુડ્ડુચેરી ભારતનો એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જે દેશનું પાંચમુ સૌથી અમીર રાજ્ય ગણાય છે. અહીંના લોકોની વાર્ષિક માથાદીઠ આવક લગભગ 1 લાખ 90 હજાર રૂપિયા કરતા વધુ છે. પુડ્ડુચેરીના લોકોની સૌથી વધારે આવક માછલી ઉછેર અને ટૂરિઝ્મ સેક્ટરમાંથી થાય છે.

 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTWatch more interesting videos on TV9 Gujarati YouTube channelube channel”]

Published On - 9:54 am, Thu, 27 December 18

Next Article