Agni Prime Missile: અગ્નિ સિરિઝની મિસાઈલના સૌથી એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ, મોબાઈલ લોન્ચરથી પણ થશે ફાયર

|

Jun 28, 2021 | 5:16 PM

Agni Prime Missile : 4000 કિ.મી.ની રેન્જ વાળી અગ્નિ-4 અને 5000 કી.મીની અગ્નિ-5 મિસાઈલોમાં ઉપયોગમાં લેવાયેલી અત્યાધુનિક ટેક્નોલોજીને મેળવીને તૈયાર કરવામાં આવી છે.

Agni Prime Missile: અગ્નિ સિરિઝની મિસાઈલના સૌથી એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ, મોબાઈલ લોન્ચરથી પણ થશે ફાયર
Agni Prime - New Missile In Agni Series

Follow us on

અગ્નિ પ્રાઈમ (Agni Prime) નામની અગ્નિ શ્રેણી (Agni Series)ની મિસાઈલ (Missile)ના સૌથી અદ્યતન વર્ઝનનું આજે સોમવારે સવારે 10:55 વાગ્યે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (Defence Research and Development Organisation-DRDO) દ્વારા વિકસિત આ મિસાઈલનું સફળતાપૂર્વક ઓડિશાના દરિયાકાંઠે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

DRDOના અધિકારીએ જણાવ્યું હતું કે, ડીઆરડીઓ દ્વારા અગ્નિ પ્રાઈમ મિસાઈલ બનાવવામાં આવી છે. 4000 કિ.મી.ની રેન્જ વાળી અગ્નિ-4 અને 5000 કી.મીની અગ્નિ-5 મિસાઈલોમાં ઉપયોગમાં લેવાયેલી અત્યાધુનિક ટેક્નોલોજીને મેળવીને તૈયાર કરવામાં આવી છે.

 

મિસાઈલોમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અગ્નિ પ્રાઈમ મિસાઈલની રચના કરવામાં આવી છે. અગ્નિ પ્રાઈમ મિસાઈલની શ્રેણી 1000થી 2000 કિ.મી. છે, પરંતુ આ મિસાઈલ અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે. DRDO અધિકારીએ જણાવ્યું હતું કે રડારને ઓડિશાના પૂર્વ કિનારે સ્થિત વિવિધ રડાર અને અન્ય તકનીકો દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. આ મિસાઈલે મિશનના તમામ ઉદ્દેશ્યોને ઉચ્ચ ગુણવત્તાની સચોટતા સાથે પૂર્ણ કર્યા છે.

 

 

મોબાઈલ લોન્ચરથી પણ થશે ફાયર
અગ્નિ પ્રાઈમ મિસાઈલ બે તબક્કા અને સોલીડ ફ્યુઅલ પર આધારિત છે. તેને એડવાન્સ રિંગ-લેસર ગાયરોસ્કોપના આધારે ઈનર્ટિશિયલ નેવિગેશન સિસ્ટમ દ્વારા નિર્દેશ આપવામાં આવશે. બંને તબક્કામાં સંયુક્ત રોકેટ મોટર્સ છે. તેની ગાયડેન્સ સિસ્ટમ ઈલેક્ટ્રોમિકેનિકલ એક્ટ્યુએટર્સથી સજ્જ છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે સિંગલ-સ્ટેજ અગ્નિ-Iની જેમ, ડબલ-સ્ટેજવાળી અગ્નિ પ્રાઈમને ફ્લેક્સિબિલિટી સાથે સડક અને મોબાઈલ લોંચરો બંનેથી ફાયર કરી શકાશે.

 

આ પણ વાંચો : Junagadh : રાજયમાં સૌ પ્રથમવાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતીલક્ષી ” જૂનાગઢ જનવાણી” એપ લોન્ચ કરાઇ

Next Article