
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિીર પુતિન 23માં વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલન માટે ભારતની યાત્રાએ આવ્યા હતા. 2022માં યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પહેલી ભારત યાત્રા હતી. નિષ્ણાતો કહે છે આ યાત્રા માત્ર એક કૂટનીતિક બેઠકથી ક્યાંય વધુ છે. તેને અમેરિકા માટે પણ એક મજબૂત સંદેશ માનવામાં આવે છે. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત પર તોતિંગ ટેરિફ લગાવ્યો છે. જો કે તેમ છતા ભારત-રશિયાની મિત્રતા સ્હેજ પણ નબળી પડી નથી ઉલટાની વધુ મજબૂત થઈ છે. રશિયાને ભારત દ્વારા સમર્થન આપવા પાછળ બંને દેશોની 7 દાયકાથી ચાલી આવતી અતૂટ મિત્રતા કારણભૂત છે કારણ કે રશિયા એકમાત્ર એવો દેશ છે જે આઝાદી બાદથી ભારતનું સતત સમર્થન કરતુ રહ્યુ છે.
આઝાદી મળ્યા બાદ થોડા વર્ષો સુધી ભારત સંપૂર્ણ રીતે શસ્ત્રોની આયાત માટે બ્રિટન અને પશ્ચિમી દેશો પર નિર્ભર હતો. જો કે પછીથી ભારતે આ નિર્ભરતા ખતમ કરી અને ભારતે એ સમયનું સોવિયત સંઘ એટલે રશિયા પાસેથી હથિયારોની ખરીદી શરૂ કરી.
ભારતે રશિયા પાસેથી પહેલીવાર શસ્ત્ર 1950માં આયાત કર્યુ. આ દરમિયાન ઈલ્યુશિન Il-14 કાર્ગો ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટને ભારતીય સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવ્યુ. જે બાદ ભારતે MiG-21 ફાઈટર જેટ રશિયા પાસેથી ખરીદ્યુ. ભારતની સૌથી શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલ જેને ભારતનું બ્રહ્માસ્ત્ર કહેવાય છે તે પણ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે અને બ્રહ્મોસની તાકાત દુનિયાએ ઓપરેશન સિંદૂર સમયે જોઈ જ લીધી છે.
1962 ના ભારત-ચીન યુદ્ધમાં હાર બાદ ભારતે તેની સૈન્ય શક્તિને વધારવાનું શરૂ કર્યુ. જેમા રશિયાએ ભારતની ખુલીને મદદ કરી. રશિયાએ ભારતને ફૉક્સટ્રૉટ ક્લાસ સબમરીન, મિસાઈલ બોટ, એન્ટી-સબમરી કૉર્વેટ અને MiG-21 ફાઈટર જેટ વિમાન વેચીને ભારતની મદદ કરી. ભારતે આ તમામ હથિયારોનો ઉપયોગ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કર્યો. આ હથિયારોથી ભારતે પાકિસ્તાન દરેક મોર્ચે કરારી માત આપી. આખરે, 1971માં ભારત બાંગ્લાદેશના યુદ્ધ સમયે પણ રશિયા ભારતની મદદે આવ્યુ અને બાંગ્લાદેશ આઝાદ થયુ અને પાકિસ્તાની સેનાના 90 હજાર થી વધુ સૈનિકોએ ભારતીય સૈના સામે આત્મસમર્પણ કરવુ પડ્યુ. જે આજે પણ એક રેકોર્ડ છે.
1950 થી લઈને આજ સુધી રશિયા ભારતનું સૌથી મોટુ હથિયારોનો નિકાસકાર દેશ રહ્યો છે. સ્ટૉકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ Sipri એ તેની લેટેસ્ટ રિપોર્ટ માં જણાવ્યુ કે હથિયાર રશિયાઈ મૂળના છે. ભારતે અમેરિકાના વધતા દબાણને વશ થયા વિના રશિયા પાસેથ હથિયાર ખરીદવાનુ શરૂ રાખ્યુ છે.
ભારતે રશિયા પાસેથી સૌથી પહેલીવાર હથિયારોની પહેલી ખરીદી 1950ના દાયકાના અંતમાં કરી હતી. જેમા An-12 ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ Mi-4 હેલીકોપ્ટર અને M-160 mm મોર્ટાર સામેલ હતા. 1963માં મિકોયાન-ગુરેવિચ MiG-21ને સામેલ કરવામાં આવ્યુ. MiG-21 એ અનેક યુદ્ધોમાં મોટી ભૂમિકા ભજવી છે. ભારતનું ઍરક્રાફ્ટ કેરિયર, INS વિક્રમાદિત્ય, પણ રશિયન મૂળનું છે. તેને 2013માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યુ હતુ. ભારતની મુખ્ય યુદ્ધ ટેન્ક – રશિયન T-72M1 અને T-90S – પણ રશિયન મૂળના છે.
ત્યાં સુધી કે ભારતની પહેલી સબમરીન પણ રશિયા પાસેથી ખરીદવામાં આવી હતી. USSR એ ખરીદેલી પહેલી ફૉક્સટૉટ શ્રેણીની સબમરીન 1967માં INS કલવરીના રૂપે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી હતી. ભારતીય નૌસના પાસે કૂલ 16 પારંપરિક ડીઝલ ઈલેક્ટ્રિક સબમરીનમાંથી 8 સોવિયેત મૂળની કિલો ક્લાસની છે. તે ઉપરાંત ભારત રશિયા બનાવટની AK-47, AK-203 રાઈફલનો ઉપયોગ કરે છે. બ્રહ્મોસ મિસાઈલને ભારત રશિયાએ સંયુક્ત રીતે વિકસીત કરી છે. રશિયાની S-400 મિસાઈલ સિસ્ટમની તાકાતને ભારતે મેમાં પાકિસ્તાન સાથે ઓપરેશન સિંદૂર દરમિયાન જોઈ હતી.
ભારત રશિયાના સંબંધો તો પહેલેથી જ હતા પરંતુ 9 ઓગસ્ટ 1971 બાદ થી તે વધુ મજબુત થઈ ગયા. એ દિવસે બંને દેશના વિદેશમંત્રીઓએ નવી દિલ્હીમાં ભારત-સોવિયેત સંધિ પર હસ્તાક્ષર કર્યા. એ સમયે રશિયા સોવિયત યુનિયન (USSR) થી જાણીતુ હતુ. થિંક ટેંક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશને તેને 20મી સદીની ભારતની વિદેશ નીતિની સૌથી મહત્વપૂર્ણ સંધિ ગણાવી હતી. જેની અસર દક્ષિણ એશિયાની રાજનીતિથી લઈને ભૂગોળ સુધી પડી અને ભારતની શ્રેષ્ઠતાને સાબિત કરી.
1971માં તત્કાલિન પૂર્વી પાકિસ્તાન પરત તણાવ અને એ વર્ષના અંતમાં બાંગ્લાદેશના નિર્માણને જોતા અનેક લોકો માને છે કે ભારતે મુખ્યત્વે આ કારણોસર સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ આ એક ઉપરછલ્લો દૃષ્ટિકોણ છે. શ્રીનાથ રાઘવે તેમના ઉત્તમ સંશોધન કરેલા પુસ્તક 1971: A Global History of The Creation of Bngladesh માં આ દૃષ્ટિકોણનું ખંડન કર્યુ છે. રાઘવન જણાવે છે કે આ સંધિ પર ચર્ચા તેના પર હસ્તાક્ષર કરાયાના વર્ષો થોડા વર્ષો પહેલા જ શરૂ થઈ ગઈ હતી. પહેલીવાર મૂળ રીતે તેના પર 1969માં ચર્ચા શરૂ થઈ હતી.
કિસિંજરે ભારતીય રાજદૂત એલ. કે. જાને જણાવ્યુ કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધમાં ચીન હસ્તક્ષેપ કરે છે તો અમેરિકા તેમા સામેલ નહીં થાય. જો કે જુલાઈ 1971માં તત્કાલિન અમેરિકી વિદેશમંત્રી હેનરી કિસિંજરે ચીનની ગુપ્ત યાત્રા અને ત્યારબાદ 17 જુલાઈએ અમેરિકામાં ભારતીયો સાથેની વાતચીત બાદ તેમનુ વલણ બદલાઈ ગયુ. તેમણે દિલ્હી માટે ખતરાની ઘંટી વગાડી દીધી અને ઈંદિરા ગાંધીએ ભારતીય અધિકારીઓને સંધિ સાથે આગળ વધવાનું કહ્યુ. કિસિંજરની બૈજિંગ યાત્રાના બરાબર 9 મહિના બાદ 9 ઓગસ્ટે સંધિ પર હસ્તાક્ષર કરી દીધા. તે સમયના દસ્તાવેજોનો અભ્યાસ કરવાથી સ્પષ્ટ થઈ જાય છે કે ભારત અને રશિયાની સંધિ પાછળની પ્રેરણા ચીન હતુ અને આ જ સત્ય રશિયા માટે પણ હતુ. વર્ષ 1969માં સોવિયેત સંઘનો ચીનની સાથે ઉસુરી નદીની સીમાને લઈને ટકરાવ શરૂ થઈ ગયો હતો. તેના બાદ જ મોસ્કોએ દિલ્હી સામે સંધિનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેનો મોટાભાગનો મુસદ્દો તો ઓક્ટોબર 1970માં જ તૈયાર થઈ ગયો હતો. જ્યારે પૂર્વી પાકિસ્તાનનું સંકટ તો માર્ચ 1971માં શરૂ થયુ હતુ.
ભારત-રશિયાની સંધિનો સૌથી મોટો લાભાર્થી બાંગ્લાદેશ રહ્યો હતો. કારણ કે તેના જ કારણે પૂર્વી પાકિસ્તાનના સંકટમાં બહારની મહાશક્તિઓ હસ્તક્ષેપ કરી શકી ન હતી. પૂર્વી પાકિસ્તાનને લઈને ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ શરૂ તો અમેરિકાએ તેની સાતમી સૈન્ય ટૂકડી USS એન્ટરપ્રાઈઝને બંગાળની ખાડીમાં મોકલવાનો નિર્ણય કર્યો. તેની પાછળ અમેરિકાએ એવુ બહાનું આપ્યુ કે પૂર્વી પાકિસ્તાનમાં રહેલા અમેરિકી નાગરિકોને ત્યાંથી બહાર લાવવા માટે જઈ રહી છે. જો કે અમેરિકી ડિક્લાસીફાઈડ નોટસ જણાવે છે કે એક દિવસ પહેલા જ અમેરિકી નાગરિકોને બહાર કાઢી લેવાયા હતા.
અમેરિકાની ટૂકડી જ્યાં સુધીમાં બંગાની ખાડી પહોંચે એ પહેલા સોવિયેત સંઘનું એક વિધ્વંસક અને માઈન્સ સ્વીપર તેના વિસ્તારમાં પહોંચી ગયુ હતુ. સોવિયત વિધ્વંસક અમેરિકી ટૂકડીની પાછળ પડી ગઈ અને ત્યા સુધી રહી જ્યાં સુધી તેઓ રવાના ન થયા. સોવિયત સંઘે સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારતની મદદ કરી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામને લઈને લવાયેલા ત્રણ પ્રસ્તાવ સોવિયત સંઘને વીટો કરી દીધા હતા.
Published On - 7:26 pm, Sat, 6 December 25