
ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને PoKમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો. મોડી રાત્રે થયેલા આ મિસાઇલ હુમલાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. જો કે હજુ પણ તેની ડંફાશો મારવાનું બંધ થયુ નથી. હુમલાથી ડઘાઈ ગયેલુ પાકિસ્તાન ધમકીઓ પર ઉતરી આવ્યુ છે. ભારત પાકિસ્તાનના કોઈપણ ષડયંત્રનો એની જ ભાષામાં જવાબ આપવા માટે તૈયાર છે. જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ પર છે. આ આતંકી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા. જેને લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો. ભારતે આ નરસંહાર બાદ પાકિસ્તાન સામે મંગળવારે મધરાત્રે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. આ અગાઉ ભારતે પાકિસ્તાન સામે કેટલાક સખ્ત નિર્ણયો પણ લીધા. જેમા સૌથી મોટો નિર્ણય 1960ની સિંધુ જળ સંધિને રદ કરવાનો છે. સાથે જ પીએમ મોદીએ એ વારંવાર જણાવ્યુ હતુ કે પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યામાં સામેલ આતંકીઓ અને તેમના આકાઓને તેમની કલ્પના કરતા પણ મોટી સજા મળશે. જે બાદ...
Published On - 7:53 pm, Wed, 7 May 25