ભારત-પાકિસ્તાન સેનાઓના સંઘર્ષ વિરામે શાંતિ અને સુરક્ષાના દ્રષ્ટિકોણમાં વધારો કર્યો : સેના પ્રમુખ

|

May 29, 2021 | 9:53 PM

ભારતીય સેના (Indian Army )  પ્રમુખ જનરલ એમ.એમ. નરવણે ક્હ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે સંઘર્ષ વિરામે( CeaseFire )  શાંતિ અને સુરક્ષાના દ્રષ્ટિકોણમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે બંને પડોશી દેશો વચ્ચે સંબધ સામાન્ય થવાની દિશામાં આ એક લાંબી રાહનું આ પ્રથમ કદમ છે.

ભારત-પાકિસ્તાન સેનાઓના સંઘર્ષ વિરામે શાંતિ અને સુરક્ષાના દ્રષ્ટિકોણમાં વધારો કર્યો : સેના પ્રમુખ
ભારત-પાકિસ્તાન સેનાઓના સંઘર્ષ વિરામે શાંતિ અને સુરક્ષાના દ્રષ્ટિકોણમાં વધારો કર્યો

Follow us on

ભારતીય સેના (Indian Army )  પ્રમુખ જનરલ એમ.એમ. નરવણે ક્હ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે સંઘર્ષ વિરામે( CeaseFire )  શાંતિ અને સુરક્ષાના દ્રષ્ટિકોણમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે બંને પડોશી દેશો વચ્ચે સંબધ સામાન્ય થવાની દિશામાં આ એક લાંબી રાહનું આ પ્રથમ કદમ છે.

ભારતીય સેના (Indian Army )  પ્રમુખ જનરલ નરવણે એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સંઘર્ષ વિરામ( CeaseFire )નો મતબલ એ નથી કે ભારતે આતંકવાદ વિરુદ્ધની લડાઈ રોકી દીધી છે. તેમજ એ વાતનો વિશ્વાસ કરવાની પણ જરૂર નથી કે પાકિસ્તાની સેનાએ એલઓસી પર આતંકી માળખાને વિખેરી નાખ્યું છે.

સેના પ્રમુખે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીના પ્રયત્નો અને આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થવાથી સારા પાડોશી સંબંધોને પ્રોત્સાહિત કરવાના પાકિસ્તાનના ઇરાદા વિશે ભારતને આશ્વાસન મળશે. જનરલ નરવણે જણાવ્યું હતું કે સંઘર્ષ વિરામ સમજૂતીનું પાલન કરવાથી પ્રદેશમાં શાંતિ અને સલામતીની સર્વગ્રાહી દ્રષ્ટિકોણમાં નિશ્ચિતપણે ફાળો મળ્યો છે .

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ ક્ષેત્રમાં શાંતિના વાતાવરણની સંભાવનાઓને વેગ મળ્યો છે. ભારત અને પાકિસ્તાને 25 ફેબ્રુઆરીએ નિયંત્રણ રેખા પર અને અન્ય પ્રદેશોમાં સંઘર્ષ વિરામના તમામ કરારોનું કડક પાલન કરવા સંમતિ આપી હતી.

અફઘાનિસ્તાનથી 11 સપ્ટેમ્બર સુધીમાં યુએસ સૈનિકો પરત ખેંચવાના અમેરિકન પ્રશાસનના નિર્ણયનો ઉલ્લેખ કરતા સેના પ્રમુખે કહ્યું કે, “તેમની અસમર્થતા હોય કે અનઇચ્છા બંને સમાન રીતે ખતરનાક અને ચિંતાજનક છે.”

સંઘર્ષ વિરામનો ઉલ્લેખ કરતાં જનરલ નરવણે કહ્યું હતું કે સમજૂતી અમલમાં આવ્યા પછી બંને સૈન્ય દ્વારા સરહદ પારની ગોળીબારની એક પણ ઘટના બની નથી, જો કે જમ્મુ સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સની સંડોવણીની ઘટના સામે આવી હતી. તેમણે કહ્યું, ‘આ વર્ષે, અમે જમ્મુ-કાશ્મીરમાં હિંસાના સ્તરમાં તીવ્ર ઘટાડો જોયો છે. સુરક્ષા દળ અને અન્ય સરકારી એજન્સીઓ આતંકવાદી જૂથો પર દબાણ રાખવા માટે કામ કરી રહી છે.

જનરલ નરવણે કહ્યું કે એલઓસી પાસે નાગરિકો અને સૈન્ય જીવનને ભારે નુકસાન બાદ  સંઘર્ષ વિરામ સમજૂતીનું પાલન કરવા પર નવેસરથી ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “ફાયરિંગ રોકવું એ બંને સૈન્ય વચ્ચે વિશ્વાસ વધારવાના હિતમાં છે, શાંતિની તક આપે છે અને એલઓસી પર રહેતી વસ્તીના હિતમાં છે. પાકિસ્તાન સાથેના સંબંધોને સામાન્ય બનાવવાની લાંબી રાહ પર આ પ્રથમ પગલું છે. અમે અમારી તરફથી સંઘર્ષ વિરામ ચાલુ રાખવા માંગીએ છીએ જેથી સંબંધોને સ્થિર રહે અને સુધારી શકાય. તેમણે કહ્યું કે, અમે શાંતિ માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવા કટિબદ્ધ છીએ. આ વર્ષે આર્થિક પ્રવૃત્તિ સારી રીતે શરૂ થઈ હતી, પરંતુ કોરોના વાયરસ રોગચાળાને કારણે ધીમી પડી ગઈ છે.

Published On - 9:52 pm, Sat, 29 May 21

Next Article