India Energy Week 2023: તેલ અને ગેસના સંશોધન અને ઉત્પાદન માટે ભારત સૌથી આકર્ષક સ્થળ, PM મોદી સાથેની મુલાકાત અદભૂત: અનિલ અગ્રવાલ

|

Feb 06, 2023 | 8:41 PM

કંપનીએ જણાવ્યું હતું કે 1,54,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપિત જોઈન્ટ વેન્ચરમાં વેદાંતાનો હિસ્સો 60 ટકા હશે. આ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં ફોક્સકોનનો 40 ટકા હિસ્સો હશે.

India Energy Week 2023: તેલ અને ગેસના સંશોધન અને ઉત્પાદન માટે ભારત સૌથી આકર્ષક સ્થળ, PM મોદી સાથેની મુલાકાત અદભૂત: અનિલ અગ્રવાલ
pm modi and anil agrawal
Image Credit source: File Image

Follow us on

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટક પહોંચ્યા હતા અને બેંગલુરૂમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 ઈવેન્ટમાં ઈન્ડિયન ઓઈલ દ્વારા વિકસિત સોલાર કૂકિંગ સિસ્ટમના ટ્વીન-કુકટોપ મોડલનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, આગામી 5 વર્ષ રિન્યુએબલ એનર્જી, હાઈડ્રોજન અને એમોનિયા સહિત ઊર્જાના નવા અવતારના ઉત્પાદન માટે દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વડાપ્રધાન મોદીએ બેંગલુરુને ટેકનોલોજી, પ્રતિભા અને નવીનતાની ઉર્જાથી ભરેલું શહેર ગણાવ્યું છે. પીએમે કહ્યું કે મારી જેમ તમે પણ અહીં યુવા ઉર્જાનો અનુભવ કરશો. ભારતના G-20 પ્રેસિડેન્સી કેલેન્ડરની આ પ્રથમ મોટી ઉર્જા ઇવેન્ટ છે. તેમણે કહ્યું કે IMF દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેક્ષણ દર્શાવે છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ પણ વાંચો: Hydrogen Truck: EVથી પણ બે પગલા આગળ નીકળ્યા મુકેશ અંબાણી, રજૂ કરી પ્રથમ હાઈડ્રોજનથી ચાલનારી ટ્રક

વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત અદભૂત: અનિલ અગ્રવાલ

ત્યારે વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અદભૂત હતી, તેમને ઈન્ડિયા એનર્જી વીકમાં અમને સંબોધિત કર્યા. તેલ અને ગેસના સંશોધન અને ઉત્પાદન માટે ભારત સૌથી આકર્ષક સ્થળ છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

વેદાંતાએ ગુજરાત સરકાર સાથે કર્યો છે MOU

વેદાંતા અને એપલ સપ્લાયર કંપની ફોક્સકોન ગુજરાતમાં તેનો નવો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરશે. કંપનીએ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે વેદાંતાએ ગુજરાત સરકાર સાથે અમદાવાદ જિલ્લામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ, ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ અને સેમિકન્ડક્ટર એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ યુનિટ સ્થાપિત કરવા માટે બે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOUs) પર હસ્તાક્ષર કર્યા છે.

કંપનીએ જણાવ્યું હતું કે 1,54,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપિત જોઈન્ટ વેન્ચરમાં વેદાંતાનો હિસ્સો 60 ટકા હશે. આ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં ફોક્સકોનનો 40 ટકા હિસ્સો હશે.

ડિવિડન્ડ આપવામાં અગ્રેસર છે કંપની

વેદાંતા ગ્રુપે ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામની સાથે ચોથા ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. કંપનીએ 12.50 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપની ડિવિડન્ડ આપવા માટે 4647 કરોડ રૂપિયાની જોગવાઈ કરશે. ચાલુ નાણાકીય વર્ષ માટે આ કંપની તરફથી ચોથી વખત ડિવિડન્ડ છે. કંપની તરફથી આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 6850 ટકા ડિવિડન્ડ જાહેર કરવામાં આવી ચૂક્યુ છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા વેદાંતાએ નવેમ્બર 2022નમાં 17.50 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. જુલાઈ મહિનામાં પણ કંપનીએ 19.50 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

Next Article