
પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર ઍર સ્ટ્રાઈક કરી. આ એક ટારગેટેડ ઓપરેશન હતુ. જેમા શોધી-શોધીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા. જે બાદ પાકિસ્તાન યુદ્ધ પર ઉતરી આવ્યુ. હવે બંને દેશો વચ્ચે સીઝફાયર છે. પરંતુ એવુ પહેલીવાર જોવા મળ્યુ કે બંને પાસે ન્યૂક્લિયર પાવર છે. ઈસ્લામાબાદમાં જે પ્રકારે રાજકીય અસ્થિરતાની સ્થિતિ રહેલી છે અથવા તો સેના અને આતંકી જૂથો સરકાર પર જે રીતે નિયંત્રણ લાવે છે તેને જોતા જોખમ ઘણુ વધુ જાય છે. તેઓ નાના-મોટા તણાવમાં પણ મોટા નિર્ણયો લઈ લે છે, ત્યારે ભારતે ખુદ પર કંટ્રોલ માટે No First Use ની પોલિસી બનાવી રાખી છે પાકિસ્તાન ભારતને લઈને હંમેશા આક્રમક રહ્યુ છે. છેલ્લા થોડા વર્ષોથી ચીન પણ ભારતની પ્રગતિથી પરેશાન છે અને સંબંધો બગાડી રહ્યુ છે. બંને પરમાણુ સંપન્ન દેશો છે. ભારત પાસે પણ આ તાકાત છે પરંતુ તે દોરડુ છૂટતા જ બળદ દોડે એમ દોડતો નથી. તેના બદલે તેમણે ખુદને નિયંત્રિત કરવા માટે No First Use ની...