ભારતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેની માર્ગદર્શિકામાં 1 ડિસેમ્બરથી કર્યો છે સુધારો, જાણો તમામ વિગતો

ભારતે ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તેની માર્ગદર્શિકા અપડેટ કરી છે, જેમાં જોખમ ધરાવતા દેશો અને બાકીના અન્ય પ્રવાસીઓ માટે અલગ-અલગ ધોરણોનો સમાવેશ થાય છે.

ભારતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેની માર્ગદર્શિકામાં 1 ડિસેમ્બરથી કર્યો છે સુધારો, જાણો તમામ વિગતો
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 5:32 PM

ભારતે ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તેની માર્ગદર્શિકા અપડેટ કરી છે, જેમાં જોખમ ધરાવતા દેશો અને બાકીના અન્ય પ્રવાસીઓ માટે અલગ-અલગ ધોરણોનો સમાવેશ થાય છે.

જોખમવાળા દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે, આગમન પહેલાં 72-કલાકની ફરજિયાત પરીક્ષણ સિવાય, તેઓએ આગમન પર વધારાની RT-PCR ટેસ્ટ લેવાની જરૂર છે. જો પરીક્ષણનું પરિણામ સકારાત્મક છે. તો તેની સાથે ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ અનુસાર સારવાર કરવામાં આવશે, અને નમૂના જીનોમિક સિક્વન્સિંગ માટે સંબંધિત લેબમાં મોકલવામાં આવશે. જો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવશે, તો પ્રવાસીને સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવશે અને આઠમા દિવસે RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર પડશે.

જોખમ ધરાવતા દેશો સિવાયના અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે, ઓમિક્રોન વેરિઅન્ટ જે ઝડપે ફેલાય છે તેને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર આગમન સમયે RT-PCR પરીક્ષણ માટે 2% પ્રવાસીઓ પાસેથી રેન્ડમ સેમ્પલ લેવામાં આવશે. ભારતમાં કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે, બંને કેસ, 66 વર્ષીય પુરુષ અને 46 વર્ષીય પુરુષ, કર્ણાટક રાજ્યમાં મળી આવ્યા છે. કર્ણાટકમાં મળી આવેલા બંને ઓમિક્રોન કેસોના તમામ પ્રાથમિક, ગૌણ સંપર્કો શોધી કાઢવામાં આવ્યા છે અને તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેઓ દેખરેખ હેઠળ છે, એમ સરકારે આજે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું. અઠવાડિયા પહેલા દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ સામે આવેલા ઓમિક્રોન એક ડઝનથી વધુ દેશોમાં ફેલાયેલ હોવાનું જાણવા મળે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

મહત્વનું છે કે પહેલાથી જ જોખમને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અન્ય રાજ્યમાંથી આવતા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. સંપૂર્ણ રસીકરણ (Fully Vaccination) છતાં, RT-PCR ફરજિયાત કરવામાં આવતા મોટા પ્રમાણમાં મુંબઈની ફ્લાઇટ્સ રદ થવાની સંભાવના છે.

રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રાજ્ય કાર્યકારી સમિતિના અધ્યક્ષે કહ્યુ કે, “28 નવેમ્બરના ​​રોજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા મુજબ જો કોઈપણ વધુ પ્રતિબંધોની (Prohibition) જરૂર પડશે તો તે પણ ભવિષ્યમાં લાગુ કરવામાં આવશે”. ડીસીપી ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસ (FRRO) ના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર આવતા તમામ મુસાફરોની છેલ્લા 15 દિવસનો રેકોર્ડ પણ ચેક કરવામાં આવશે.

ICMRના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રાલય દ્વારા સ્થાપિત 37 પ્રયોગશાળાઓના INSACOG કન્સોર્ટિયમના જીનોમ સિક્વન્સિંગ પ્રયાસ દ્વારા કર્ણાટકમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 2 કેસ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે આપણે ગભરાવાની જરૂર નથી, પરંતુ જાગૃતિ ખૂબ જરૂરી છે. કોરોનાથી બચવા માટે કોવિડ યોગ્ય વર્તન જરૂરી છે.

મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે છેલ્લા એક મહિનાથી દેશમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે. હવે બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં 10 હજારથી વધુ કેસ સક્રિય છે, જે દેશના કુલ કેસના 55 ટકા છે. 49 ટકા વસ્તીને રસીના બંને ડોઝ મળ્યા બાદ આ કોવિડ કેસોમાં આ ઘટાડો જોવા મળ્યો છે.

કયા દેશોએ મુસાફરી પર પ્રતિબંધ લાદ્યો અને નવી માર્ગદર્શિકા જાહેર કરી?

બ્રિટનઃ બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને નવા નિયંત્રણો લાગુ કર્યા છે. તેમણે કહ્યું કે જે લોકો ઓમિક્રોનના શંકાસ્પદ કેસોના સંપર્કમાં આવ્યા છે તેમણે રસીકરણ કરાવ્યું હોય તો પણ તેમણે 10 દિવસ માટે આઇસોલેશનમાં રહેવું પડશે. તેઓએ NHS ટેસ્ટ એન્ડ ટ્રેસનો સંપર્ક કરવાનો રહેશે.

અમેરિકા: સોમવારથી અમેરિકાએ દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે, નામિબિયા, લેસોથો, એસ્વાટિની, મોઝામ્બિક અને માલાવીના બિન-યુએસ નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ અમેરિકન નાગરિકોને આ દેશોની યાત્રા ન કરવા માટે કહેવામાં આવ્યું છે.

યુરોપિયન યુનિયન: યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે જ્યાં સુધી અમને આ નવા પ્રકાર દ્વારા ઊભા થયેલા જોખમની સ્પષ્ટ સમજણ ન આવે. ત્યાં સુધી ફ્લાઈટ્સ સ્થગિત કરવી પડશે. દક્ષિણ આફ્રિકાના પ્રદેશમાંથી પાછા ફરતા મુસાફરોએ કડક ક્વોરેન્ટાઇન નિયમોનું પાલન કરવું પડશે.

કેનેડા: કેનેડાએ છેલ્લા બે અઠવાડિયામાં દક્ષિણ આફ્રિકાના પ્રદેશમાં પ્રવાસ કરનારા તમામ વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાએ દક્ષિણ આફ્રિકાના દેશો પર પણ પ્રવાસ પ્રતિબંધ લાદી દીધો છે, જે રવિવારથી લાગુ થઈ ગયો છે.

આ પણ વાંચો : IND vs NZ, live, 1st Test, Day 4: ભારતની ત્રીજી વિકેટ પડી, કેપ્ટન રહાણે પેવેલિયન પરત ફર્યો

આ પણ વાંચો : Happy Birthday Yami Gautam: યામી ગૌતમ આ બીમારી સાથે ઝઝૂમી હતી, જાણો તેની નેટવર્થથી લઈને લવસ્ટોરી સુધીની જાણી-અજાણી વાતો

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">