ઇઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલા પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું, વિદેશ મંત્રાલયે કહ્યું- પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના

|

Mar 30, 2022 | 3:48 PM

મધ્ય ઇઝરાયેલના શહેર બ્નેઇ બ્રાકમાં (Bnei Brak) મંગળવારે સાંજે એક મોટરસાઇકલ સવાર બંદૂકધારીએ ભીડવાળી જગ્યાએ ગોળીબાર (Shooting) કર્યો હતો. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા.

ઇઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલા પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું, વિદેશ મંત્રાલયે કહ્યું- પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના
Foreign Ministry spokesperson Arindam Bagchi

Follow us on

મધ્ય ઇઝરાયેલના શહેર બ્નેઇ બ્રાકમાં (Bnei Brak) મંગળવારે સાંજે એક મોટરસાઇકલ સવાર બંદૂકધારીએ ભીડવાળી જગ્યાએ ગોળીબાર (Shooting) કર્યો હતો. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. બાદમાં સુરક્ષા દળોએ હુમલાખોરને પણ ઠાર માર્યો હતો. તેલ અવીવ નજીક બાની બ્રાકમાં બે અલગ-અલગ વિસ્તારોમાં ફાયરિંગ થયું હતું. ભારતે આ હુમલા બાદ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ (Arindam Bagchi) કહ્યું કે, ભારત ઈઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરે છે અને ઈઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મોત પર શોક વ્યક્ત કરે છે.

ટ્વિટર પર તેમણે હુમલા અંગે ટ્વીટ કર્યું, ‘અમે ઈઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે.’ અગાઉ મંગળવારે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના ઇઝરાયેલ સમકક્ષ બેન્જામિન ગેન્ટ્ઝ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આતંકવાદી હુમલામાં જાનહાનિ પર સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આતંકવાદ સમગ્ર વિશ્વ માટે ખતરો છે અને સંસ્કારી વિશ્વમાં તેનું કોઈ સ્થાન નથી.

ઇઝરાયેલમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રીજો હુમલો

એવું કહેવાય છે કે, પીડિતોમાં એક પોલીસ અધિકારી છે જે હુમલાખોરને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે બાકીના નાગરિકો હતા. ઇઝરાયેલી અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેલ અવીવથી લગભગ 31 માઇલ ઉત્તરમાં ઇઝરાયેલના શહેર હાડેરામાં રવિવારે આઇએસઆઇએસના કાર્યકરો દ્વારા ગોળીબારમાં બે લોકો માર્યા ગયા હતા અને છ ઘાયલ થયા હતા. આ દરમિયાન એક પેલેસ્ટિનિયન બંદૂકધારીએ મંગળવારે મોડી રાત્રે ઇઝરાયેલી શહેર તેલ અવીવની બહાર પસાર થતા લોકો અને વાહનો પર ગોળીબાર કર્યો હતો એક અઠવાડિયામાં ત્રીજા ગોળીબાર અથવા છરીના હુમલામાં પાંચ લોકો માર્યા ગયા, પોલીસ ચેતવણીને આપી છે અને એલર્ટ પર છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હુમલા બાદ ઈઝરાયેલના પીએમ નફતાલી બેનેટે શું કહ્યું

પોલીસ અને ઇઝરાયેલની નેશનલ ઇમરજન્સી મેડિકલ સર્વિસ મેગન ડેવિડ એડોમ (MDA)એ જણાવ્યું હતું કે, તેલ અવીવના ભીડવાળા ઉપનગર બનેઇ બ્રાક શહેરમાં બનેલી ઘટના દરમિયાન શૂટરને પોલીસે ગોળી મારી હતી. ફાયરિંગની આ ઘટના શા માટે બની તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, હુમલાખોર વેસ્ટ બેન્કનો એક પેલેસ્ટિનિયન હતો. ઇઝરાયલના વડા પ્રધાન નફતાલી બેનેટે જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં ત્રીજા હુમલા બાદ દેશ “આરબ આતંકવાદની લહેર”નો સામનો કરી રહ્યો છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બંદૂકધારી એસોલ્ટ રાઈફલ લઈને પસાર થઈ રહેલા લોકો પર ગોળીબાર કરતો હતો.

આ પણ વાંચો: RBI Recruitment 2022: ભારતીય રિઝર્વ બેંક ઘણી જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: Maharashtra Schools: રજાઓ રદ થતાં નિરાશ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જો અભ્યાસક્રમ પૂરો નહીં થાય તો જ એપ્રિલમાં શાળાઓ રહેશે શરૂ

Next Article