સંરક્ષણ નિકાસમાં ભારતને મળશે મજબૂતી, ટૂંક સમયમાં મળી શકે છે ફિલિપાઈન્સ દ્વારા બ્રહ્મોસ મિસાઈલનો ઓર્ડર

|

Dec 30, 2021 | 12:08 AM

બ્રહ્મોસ મિસાઈલની ક્ષમતા તેની રેન્જ વધારવા અને અન્ય આધુનિક ટેક્નોલોજી ઉમેર્યા બાદ વધારે વધી છે. આ મિસાઈલને હવા, જમીન, સમુદ્ર અને પાણીની અંદરના પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે.

સંરક્ષણ નિકાસમાં ભારતને મળશે મજબૂતી, ટૂંક સમયમાં મળી શકે છે ફિલિપાઈન્સ દ્વારા બ્રહ્મોસ મિસાઈલનો ઓર્ડર
BrahMos Missile

Follow us on

ભારતને ટૂંક સમયમાં ફિલિપાઈન્સ પાસેથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોની (BrahMos Missile) નિકાસ કરવાનો ઓર્ડર મળી શકે છે. દેશ માટે સંરક્ષણ નિકાસની દિશામાં આ એક મોટું પગલું હોઈ શકે છે. એક અહેવાલ મુજબ ભારત અને ફિલિપાઈન્સ (India and Philippines) બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના (BrahMos supersonic cruise missile) વેચાણ માટેના કરારના અદ્યતન તબક્કામાં છે અને ટૂંક સમયમાં નિકાસ ઓર્ડર આપવામાં આવી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી DRDO અને બ્રહ્મોસ એરોસ્પેસે મળીને આ મિસાઈલને પડોશી મિત્ર દેશોમાં નિકાસ કરવા માટે સખત મહેનત કરી છે. આ પગલાથી ભારત સરકારની સંરક્ષણ નિકાસ મજબૂત થશે કારણ કે આર્મેનિયન સરકાર તરફથી પણ નિકાસનો ઓર્ડર મળ્યો છે. ભારતને આ મિસાઈલ સિસ્ટમ માટે કેટલાક વધુ મિત્ર દેશો પાસેથી ઓર્ડર મળવાની શક્યતા છે કારણ કે અન્ય દેશો સાથે કરાર પણ એડવાન્સ સ્ટેજ પર છે.

આધુનિક ટેકનોલોજીની મદદથી વધારવામાં આવી બ્રહ્મોસની ક્ષમતા

મિસાઈલની રેન્જ વધારવા અને અન્ય આધુનિક ટેક્નોલોજી ઉમેર્યા બાદ તેની ક્ષમતામાં વધુ વધારો થયો છે. બ્રહ્મોસ મિસાઈલને હવા, જમીન, સમુદ્ર અને પાણીની અંદરના પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. ડીઆરડીઓ અનુસાર પોતાના શક્તિશાળી વોરહેડની સાથે ઉડાન દરમિયાન આ હથિયારની સુપરસોનિક સ્પીડ દુશ્મનના તમામ લક્ષ્યોને સંપૂર્ણપણે ખતમ કરવામાં સક્ષમ બનાવે છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

હથિયારોની નિકાસને લઈને સંરક્ષણ પ્રધાને કહી આ વાત

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ મહિને કહ્યું હતું કે ભારતે છેલ્લા સાત વર્ષમાં 38,000 કરોડ રૂપિયાથી વધુના સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી છે. તેમણે કહ્યું હતું કે દેશ ટૂંક સમયમાં નેટ નિકાસકાર બનવાની આશા રાખે છે. તેમણે કહ્યું કે દેશમાં અંદાજિત 85,000 કરોડ રૂપિયાનો એરોસ્પેસ અને સંરક્ષણ ઉદ્યોગ છે. તેમણે કહ્યું હતું કે સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) 2020ના રિપોર્ટ અનુસાર, સંરક્ષણ નિકાસમાં ભારત ટોચના 25 દેશોની યાદીમાં સામેલ છે.

 

સિંહે કહ્યું હતું કે સરકારની પહેલને કારણે સંરક્ષણ ઉદ્યોગમાં અનુસંધાન સંશોધન અને વિકાસ અને મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ્સમાં વધારો થયો છે. નિકાસને પ્રોત્સાહન આપવા પર સરકારનું ધ્યાન કેન્દ્રિત હોવાનો પુનરોચ્ચાર કરતાં મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે ભારત ટૂંક સમયમાં શુદ્ધ આયાતકારમાંથી શુદ્ધ નિકાસકાર બનશે.

 

આ પણ વાંચો :  PM મોદીની કાનપુર રેલીમાં હિંસાનું ષડયંત્ર રચવા બદલ સપા સાથે જોડાયેલા 5ની ધરપકડ, અખિલેશ યાદવે તમામને પાર્ટીમાંથી કાઢ્યા

Next Article