Independence Day 2022: સ્વતંત્રતા દિવસને પહેલા દિલ્હી પોલીસ એલર્ટ પર, ડ્રોન સહિત ઘણી હવાઈ વસ્તુઓ ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો

|

Jul 23, 2022 | 8:58 AM

15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની (Independence Day) ઉજવણીને હવે ખૂબ જ નજીકમાં છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં પેરા-ગ્લાઈડર્સ, પેરા-મોટર્સ, હેંગ-ગ્લાઈડર્સ, યુએવી, યુએએસ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Independence Day 2022: સ્વતંત્રતા દિવસને પહેલા દિલ્હી પોલીસ એલર્ટ પર, ડ્રોન સહિત ઘણી હવાઈ વસ્તુઓ ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો
સ્વતંત્રતા દિવસને લઇને દિલ્હી પોલીસ એલર્ટ પર
Image Credit source: PTI

Follow us on

દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી દિલ્હીમાં ધામધૂમથી થાય છે. દિલ્હીમાં (Delhi) સ્વતંત્રતા દિવસની (Independence Day)  તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પોલીસે પણ રાજધાની દિલ્હીમાં સુરક્ષા (Security) વધારવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શુક્રવારે દિલ્હી પોલીસ કમિશનર (Delhi Police Commissioner) રાકેશ અસ્થાનાએ (Rakesh Asthana) એક આદેશમાં કહ્યું કે, રાજધાનીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને પેરા-ગ્લાઈડર્સ, પેરા-મોટર્સ, હેંગ-ગ્લાઈડર્સ, યુએવી, યુએએસ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, રિમોટલી પાયલોટ એરક્રાફ્ટ, હોટ એર બલૂન, નાના સંચાલિત એરક્રાફ્ટ, ક્વોડકોપ્ટર અથવા એરક્રાફ્ટમાંથી કૂદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા દિલ્હી પોલીસ એલર્ટ પર

દિલ્હી પોલીસે ટ્વિટ કર્યું છે કે, કેટલાક ગુનેગારો, અસામાજિક તત્વો અથવા ભારત વિરોધી આતંકવાદીઓ ઉડતી વસ્તુઓ દ્વારા સુરક્ષા માટે ખતરો પેદા કરી શકે છે, તેથી સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ આદેશ 16 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે

દિલ્હી પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આ આદેશ 22 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. સ્વતંત્રતા દિવસના અવસર પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધિત કરે છે અને સમગ્ર દિલ્હી હાઈ એલર્ટ પર છે. ગયા વર્ષે પણ સુરક્ષાના કારણોસર આવો જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

આ વર્ષનો સ્વતંત્રતા દિવસ દેશ માટે ખાસ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરી

Next Article