Corona Update : ફરી કોરોનાએ રફ્તાર પકડી ! નવા કેસોમાં 17.8 ટકાનો વધારો થતા લોકોમાં ચિંતા

|

Apr 27, 2022 | 10:37 AM

સ્વાસ્થ્ય મંત્રાલયના (Health Ministry) જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણના સક્રિય કેસ વધીને 16,279 થઈ ગયા છે. આ સાથે 2252 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

Corona Update : ફરી કોરોનાએ રફ્તાર પકડી ! નવા કેસોમાં 17.8 ટકાનો વધારો થતા લોકોમાં ચિંતા
Corona Case

Follow us on

દેશમાં કોરોના વાયરસના (Corona Virus) સંક્રમણની રફતાર ફરી વધી છે. વધતા સંક્રમણને પગલે નિષ્ણાતો ભારતમાં કોવિડ 19 ની (Covid 19)  ચોથી લહેરની(Fourth Wave)  આગાહી કરી રહ્યા છે. આ દરમિયાન બુધવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના  2927 નવા કેસ નોંધાયા છે. જો આંકડાઓ પર નજર કરીએ તો આ નવા કેસ મંગળવારે નોંધાયેલા કેસો કરતા 17.8 ટકા વધુ છે. કોરોના વાયરસને કારણે દેશમાં 24 કલાકમાં 32 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં આ દિવસોમાં કોરોનાને(Corona)  લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કોરોના કેસમાં ફરી વધારો નોંઘાયો

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ વધીને 16,279 થઈ ગયા છે.જ્યારે દેશમાં 24 કલાકમાં 2252 લોકોને કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતમાં કોરોનાની દૈનિક હકારાત્મકતા દર વધીને 0.58 ટકા થઈ ગયો છે. હવે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 4,30,65,496 થઈ ગયા છે. તેમજ અત્યાર સુધીમાં 4,25,25,563 લોકો કોરોનાથી સાજા થયા છે. ડેટા અનુસાર, ભારતમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,23,654 લોકોના મોત થયા છે. તે જ સમયે, દેશમાં અત્યાર સુધીમાં 1 અબજ 88 કરોડ 19 લાખ 40 હજાર 971 રસીકરણ કરવામાં આવ્યું છે.

86 ટકા યુવા વસ્તીએ બંને ડોઝ મેળવ્યા

બીજી તરફ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે માહિતી આપી હતી કે કોવિડ 19 રસીના બંને ડોઝ દેશની 86 ટકાથી વધુ પાત્રતા ઘરાવતી વસ્તીને આપવામાં આવ્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં રસીના 188 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં, મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી એન્ટી-કોવિડ રસીના 19,67,717 ડોઝ આપવામાં આવ્યા હતા. 10 એપ્રિલના રોજ ભારતે ખાનગી રસીકરણ કેન્દ્રોમાંથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીના નિવારક ડોઝ આપવાનું શરૂ કર્યું. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો, જેમણે તેમની રસીના બીજા ડોઝના 9 મહિના પૂર્ણ કર્યા છે, તેઓ સાવચેતીભર્યા ડોઝ લઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચોઃ

Delhi Corona Update: દિલ્હીમાં ફરી કોરોનાના કેસમાં વધારો, 24 કલાકમાં 1200થી વધુ કેસ, એક દર્દીનું મોત

આ પણ વાંચોઃ

US: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ આવ્યા, કોરોના વાયરસના કોઈ લક્ષણો નથી

Published On - 10:29 am, Wed, 27 April 22

Next Article