2024માં કેન્દ્રમાં ગઠબંધનની સરકાર હશે, જેનું નેતૃત્વ કોંગ્રેસ કરશે: મલ્લિકાર્જૂન ખડગે

ખડગેએ આ નિવેદન બાદ સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું કોંગ્રેસમાં એકલા હાથે ભાજપનો સામનો કરવાની હિંમત નથી? શું કોંગ્રેસને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું લોકસભા ચૂંટણીમાં કોઈ પરિણામ જોવા મળી રહ્યું નથી?

2024માં કેન્દ્રમાં ગઠબંધનની સરકાર હશે, જેનું નેતૃત્વ કોંગ્રેસ કરશે: મલ્લિકાર્જૂન ખડગે
| Edited By: | Updated on: Feb 22, 2023 | 4:47 PM

નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. કોંગ્રેસ-ભાજપ સહિત તમામ ક્ષેત્રીય પાર્ટી આ ચૂંટણીની વચ્ચે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી છે. તેની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ એક નિવેદન આપ્યું છે. જેનાથી કોંગ્રેસ નેતૃત્વ પર સવાલ ઉભા થવા લાગ્યા છે. મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં તેમની પાર્ટી ભાજપને હરાવવા માટે સમાન વિચારધારાવાળા અન્ય દળોની સાથે ગઠબંધન કરશે.

ખડગેએ આ નિવેદન બાદ સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું કોંગ્રેસમાં એકલા હાથે ભાજપનો સામનો કરવાની હિંમત નથી? શું કોંગ્રેસને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું લોકસભા ચૂંટણીમાં કોઈ પરિણામ જોવા મળી રહ્યું નથી? રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન નિવેદન આપ્યું હતું કે હવે નવા એક રાહુલે જન્મ લીધો છે, પહેલાના રાહુલ ગાંધીને મેં મારી નાખ્યો છે. પહેલાના રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ખરાબ રીતે ચૂંટણી હારી તો શું નવા રાહુલ ગાંધી પાસે પણ કોંગ્રેસને અપેક્ષા નથી?

આ પણ વાંચો: Earthquake: દિલ્હી-NCR પછી નેપાળમાં આવ્યો ભૂકંપ, 5.2 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી

મલ્લિકાર્જૂન ખડગેએ ટ્વીટર પર પોતાના ભાષણની એક ક્લિપ શેયર કરી લખ્યું ‘2024માં કેન્દ્રમાં ગઠબંધન સરકાર બનશે અને કોંગ્રેસ તે ગઠબંધનનું નેતૃત્વ કરશે.’

જનતા 2024માં ભાજપને સબક શીખવાડશે: ખડગે

આ પહેલા ખડગેએ નાગાલેન્ડ કેદીમાપુરમાં ચૂંટણી રેલી દરમિયાન મોદી સરકારની આલોચના કરતા કહ્યું તમે લોકતંત્રમાં છો, તમારે એ યાદ રાખવું જોઈએ કે તમે નિરંકુશ નથી, તમે તાનાશાહ નથી. તમે લોકો દ્વારા ચૂંટાયા છો અને જનતા તમને 2024માં સબક શીખવાડશે.

ખડગેના નિવેદન પર વિફરી ટીએમસી

ગઠબંધનનું નેતૃત્વ કરવાના ખડગેના નિવેદન પર મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે. TMCએ કહ્યું 2024 માટે કોંગ્રેસને લાગે છે કે તે હેડ માસ્ટર હશે પમ ટીએમસી આ સ્વીકાર નહીં કરે. TMC તમામ ક્ષેત્રોમાં ભાજપને હરાવવા ઈચ્છે છે પણ કોંગ્રેસને સ્વીકાર કરવો પડશે કે સંબંધિત રાજ્યમાં ભાજપને કોણ હરાવી શકે છે. પાર્ટીએ પહેલા પોતાનો મોર્ચો સંભાળવો જોઈએ.

કોંગ્રેસ સમાન વિચારધારાવાળી પાર્ટીઓને સાથે લેવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસના નેતા વારંવાર આ વાત કહેતા રહે છે કે તેમના વગર કોઈ પણ ગઠબંધન 2024માં સફળ નહીં થઈ શકે.