Video: બાગપતમાં યમુનામાં IGL ગેસ પાઈપલાઈન ફાટી, પાણીના ફુવારા 40 ફૂટ સુધી ઉંચા ઉછળ્યા, જુઓ વીડિયો

|

Jul 26, 2023 | 3:54 PM

યમુના નદીમાં IGL કંપનીની ગેસ પાઈપલાઈન અચાનક ફાટી હતી. ગેસ પાઈપલાઈન ફાટવાને કારણે યમુના નદીમાં લગભગ 40 ફૂટ સુધી ઉંચા પાણીના ફુવારા ઉછળ્યા હતા. નદીમાં બનેલા આ ઘટના જોઈને ગ્રામજનો ડરી ગયા હતા.

Video: બાગપતમાં યમુનામાં IGL ગેસ પાઈપલાઈન ફાટી, પાણીના ફુવારા 40 ફૂટ સુધી ઉંચા ઉછળ્યા, જુઓ વીડિયો

Follow us on

બાગપતના છપરાૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના (Yamuna) નદીમાં IGL કંપનીની ગેસ પાઈપલાઈન (Gas Pipeline) અચાનક ફાટી હતી. ગેસ પાઈપલાઈન ફાટવાને કારણે યમુના નદીમાં લગભગ 40 ફૂટ સુધી ઉંચા પાણીના ફુવારા ઉછળ્યા હતા. નદીમાં બનેલા આ ઘટના જોઈને ગ્રામજનો ડરી ગયા હતા. તેઓએ આ ઘટનાની પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. માહિતી મળતા જ જિલ્લાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

IGL કંપનીની પાઈપલાઈન અચાનક ફાટી

અધિકારીઓએ તાત્કાલિક નજીકના ગામોના લોકોને ચેતવણી આપી. આ ઘટના અંગે IGL કંપનીના અધિકારીઓને પણ જાણ કરી હતી. બરૌત SDM સુભાષ સિંહે જણાવ્યું કે, આ ઘટના જાગોસ ગામની છે. હરિયાણાના પાનીપત અને બાગપતની દાદરી બોર્ડર પર યમુના નદીમાંથી પસાર થતી IGL કંપનીની પાઈપલાઈન સવારે લગભગ ત્રણ વાગ્યે અચાનક ફાટી હતી.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

જોરદાર અવાજ સાંભળીને ગ્રામજનો સ્થળ પર પહોંચી ગયા હતા. તેઓએ આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ, ફાયર બ્રિગેડ, સિંચાઈ વિભાગ સહિત તમામ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

 

 

ગેસનો પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો

IGL કંપનીના અધિકારીઓની સૂચના બાદ ગેસનો પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. પાઈપલાઈન ફાટ્યા બાદ પાણીના ઉંચા ફુવારા જોવા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. હાલ ગેસ પુરવઠો બંધ થતા ગ્રામજનો અને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો : Video: ઉદેપુરમાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિ, કોઝવે પર ફસાયેલા બે લોકોનું કરાયું રેસ્ક્યુ, જુઓ વીડિયો

બાગપતના DM જિતેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે, આ જાગોસ ગામ પાસેની ઘટના છે. રહેણાંક વિસ્તારથી થોડે દૂર એક જગ્યા છે, જ્યાં ગેસની પાઈપલાઈન ફાટી હતી. આ ગેસ પાઈપલાઈન યમુના નદીની વચ્ચે ફાટી હતી. આ ઘટના સવારે 3 થી 5 ની વચ્ચે બની હતી. માહિતી મળતા જ ગેસ સપ્લાય તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો.

લોકોને ત્યાં ફરવા જવાની મનાઈ ફરમાવવામાં આવી

જિતેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે, હાલમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. કારણ કે તે હરિયાણાના પાણીપત બાજુથી નજીક હોવાનું જણાય છે, તેથી જ તે બાજુના કામદારો પાઇપલાઇનના સમારકામમાં લાગેલા છે. હાલ સાવચેતીના ભાગરૂપે લોકોને ત્યાં ફરવા જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article