Video: ઉદેપુરમાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિ, કોઝવે પર ફસાયેલા બે લોકોનું કરાયું રેસ્ક્યુ, જુઓ વીડિયો
ઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. કોઝવે પર ફસાયેલા બે લોકોનું સ્થાનિક પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાજસ્થાનના ઉદયપુરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રાજસ્થામાં (Rajasthan) પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉદેપુરમાં ધોધમાર વરસાદ (Heavy Rain) વરસ્યો છે. નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. કોઝવે પર ફસાયેલા બે લોકોનું સ્થાનિક પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાજસ્થાનના ઉદયપુરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Delhi: દિલ્હી-NCRમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ Video
આ વિડિયોમાં ઉદયપુરના મોરાવનિયામાં બે યુવકો બાઇક પર પુલ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ભારે વરસાદને કારણે પુલ પરથી પાણી વહેવા લાગ્યું અને બંને યુવકો ત્યાં જ ફસાઈ ગયા. બાદમાં ક્રેનની મદદથી તેમને બચાવવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જયપુરમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જયપુર શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
