આ ટ્રેનમાં મુસાફરી કરશો તો રહેશો ફાયદામાં કારણ કે IRCTC આપી રહી છે કિંમતી ગિફ્ટ, જાણો સમગ્ર માહિતી

|

Aug 28, 2021 | 12:21 PM

આ સ્કીમ અંતર્ગત કોમ્યુટર દ્વારા એક લકી ડ્રો કરવામાં આવી રહ્યો છે. જે ચેયર કારમાં યાત્રા કરનાર 10 અને એક્ઝીક્યૂટીવ ક્લાસમાં યાત્રા કરનાર 3 વ્યક્તિના નામ કોમ્પ્યુટર પસંદ કરે છે.

આ ટ્રેનમાં મુસાફરી કરશો તો રહેશો ફાયદામાં કારણ કે IRCTC આપી રહી છે કિંમતી ગિફ્ટ, જાણો સમગ્ર માહિતી
IRCTC is giving a valuable gift

Follow us on

તેજસ એક્સપ્રેસના યાત્રીઓને પ્રિમિયમ ટ્રેન પ્રતિ આકર્ષિત કરવા માટે IRCTC નવતર પ્રયોગો કરતી રહે છે. હાલમાં જ IRCTC દ્વારા લખનૌથી દિલ્લી વચ્ચે ચાલતી (82501/82502) તેજસ એક્સપ્રેસના યાત્રીઓ માટે 27 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી લકી ડ્રો સ્કીમ ચલાવવામાં આવી રહી છે.

આ સ્કીમના અંતર્ગત પહેલા જ દિવસે એટલે કે 27 ઓગસ્ટના રોજ લખનૌથી દિલ્લી આવી રહેલી તેજસ એક્સપ્રેસના 13 લકી યાત્રીઓને IRCTC દ્વારા ગિફ્ટ આપવામાં આવી છે. તેમાં ચેયર કારમાં મુસાફરી કરનાર 13 યાત્રીઓ અને એક્ઝીક્યૂટીવ ક્લાસમાં યાત્રા કરનાર 3 લોકો સામેલ છે. આજ રીતે નવી દિલ્લીથી લખનૌ જતી તેજસ એક્સપ્રેસમાં પણ 13 યાત્રીઓને લકી ડ્રો દ્વારા ગિફ્ટ આપવામાં આવી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

જણાવી દઇએ કે , IRCTC દ્વારા સંચાલિત દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસમાં સફર કરનાર યાત્રીઓ માટે સમય સમય પર આઇઆરસીટીસી દ્વારા લોભામણી ઓફર્સ આપવામાં આવે છે. માટે જ હવે આઇઆરસીટીસીએ લખનૌથી નવી દિલ્લી ચાલતી તેજસ એક્સપ્રેસમાં યાત્રીઓ માટે 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લકી ડ્રો સ્કીમ ચલાવી છે.

આ સ્કીમ અંતર્ગત કોમ્યુટર દ્વારા એક લકી ડ્રો કરવામાં આવી રહ્યો છે. જે ચેયર કારમાં યાત્રા કરનાર 10 અને એક્ઝીક્યૂટીવ ક્લાસમાં યાત્રા કરનાર 3 વ્યક્તિના નામ કોમ્પ્યુટર પસંદ કરે છે. ત્યાર બાદ આ લકી યાત્રીઓને આઇઆરસીટીસી દ્વારા ગિફ્ટ આપવામાં આવે છે.

આજ વિશે વાત કરતા આઇઆરસીટીસીના ઉત્તર ક્ષેત્રના મુખ્ય ક્ષેત્રીય પ્રબંધક અજીત કુમાર સિન્હાએ જણાવ્યુ કે, આઇઆરસીટીસી દ્વારા તેજસ એક્સપ્રેસના યાત્રીઓ માટે લકી ડ્રો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ લકી ડ્રોમાં તેજસ ટ્રેનમાં યાત્રા કરનાર યાત્રીઓના પીએનઆર નંબરના આધારે કોમ્પ્યુટર દ્વારા વિનર સિલેક્ટ કરવામાં આવે છે.

આ પણ વાંચો –

ના ઉમ્ર કી સીમા હો: 40 ની ઉંમરે પણ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ શ્વેતા તિવારી, જુઓ તેનો નવો ગ્લેમરસ અવતાર

આ પણ વાંચો –

કંગના રનૌત સાથે બ્રેકઅપ બાદ હાલત ખરાબ થઇ હતી અધ્યયન સુમનની, જાણો શું કહ્યું અભિનેતાએ

આ પણ વાંચો –

Viral Video : કિટ્ટુએ નવા ફોનની ડિમાન્ડ કરી તો મમ્મીએ આપ્યો કંઈક આવો જવાબ, વીડિયો જોઈને તમે પણ વિચારતા થઈ જશો !

Next Article