નોટ પર લાલુની તસવીર લગાવો, તો જ રૂપિયો ડોલર કરતાં વધુ મજબૂત થશે, RJD નેતાનો વીડિયો થયો વાયરલ

|

Oct 28, 2022 | 2:57 PM

26 ઓક્ટોબરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું હતું કે, હું કેન્દ્ર સરકાર અને પીએમ મોદીને વિનંતી કરું છું કે ભારતીય નોટો પર એક તરફ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી અને ગણેશજીની તસવીર લગાવો.

નોટ પર લાલુની તસવીર લગાવો, તો જ રૂપિયો ડોલર કરતાં વધુ મજબૂત થશે, RJD નેતાનો વીડિયો થયો વાયરલ
Lalu Prasad Yadav

Follow us on

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ભારતીય ચલણી નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર લગાવવાની માંગણી બાદ હવે રાષ્ટ્રીય જનતા દળે લાલુ પ્રસાદ યાદવ અને કર્પૂરી ઠાકુરની તસવીર નોટો પર લગાવવાની માગ કરી છે. આરજેડીની દલીલ છે કે લાલુ પ્રસાદે તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ચલણ વધાર્યું હતું. તેમણે ખોટ કરતી રેલવેને નફામાં ફેરવી દીધી હતી. ઉપરોક્ત બાબતો આરજેડીના રાજ્ય મહાસચિવ અરુણ કુમારે કહી છે.

આ સંદર્ભમાં આરજેડીના રાજ્ય મહાસચિવનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે જો ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બનાવવો હોય તો એક તરફ ગાંધીજીનો ફોટો, બીજી તરફ કર્પૂરી ઠાકુર અને લાલુ પ્રસાદનો ફોટો નોટો પર છપાવવા જોઈએ. તેનાથી ભારતીય ચલણમાં ઘટાડો અટકશે. ભારતીય રૂપિયો મજબૂત થવા લાગશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શું કહ્યું હતું?

તમને જણાવી દઈએ કે 26 ઓક્ટોબરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણી નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર લગાવવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું કેન્દ્ર સરકાર અને પીએમ મોદીને વિનંતી કરું છું કે ભારતીય નોટો પર એક તરફ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી અને ગણેશજીની તસવીર લગાવો. તેમણે કહ્યું હતું કે અમે એવું નથી કહી રહ્યા કે તમામ નોટો બદલવી જોઈએ, પરંતુ જે નવી નોટો છાપવામાં આવે તેમાં લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હોવી જોઈએ.

ભાજપે કેજરીવાલના નિવેદનને ચૂંટણી સ્ટંટ ગણાવ્યું હતું

સાથે જ કેજરીવાલની આ માગને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી સ્ટંટ ગણાવી હતી. કેજરીવાલને મારીચ ગણાવતા ભાજપે કહ્યું હતું કે, હવે ચૂંટણી આવી રહી છે ત્યારે દિલ્હીના સીએમ હિન્દુ દેવી-દેવતાઓના નામ પર જનતા પાસેથી વોટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે ચૂંટણી ન હતી ત્યારે તેમણે અયોધ્યામાં રામ મંદિર જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમની આમ આદમી પાર્ટીનું હિંદુ વિરોધી ચરિત્ર જનતાની સામે ખુલ્લું પડી ગયું છે.બિહારના સીએમ નીતિશ કુમારે નોટ પર લક્ષ્મી ગણેશની તસવીર લગાવવાના કેજરીવાલના સૂચન પર હાંસી ઉડાવી અને કહ્યું કે કેટલાક લોકો શું-શું કરતા રહે છે.

Published On - 2:57 pm, Fri, 28 October 22

Next Article