
કાશ્મીરમાં પહલગામના બેસરન ગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કરી નિ:શસ્ત્ર પ્રવાસીઓ પર ગોળીઓ વરસાવી. પ્રવાસીઓના એક ગૃપને ટાર્ગેટ કરીને આતંકીઓએ અંધાધૂંધ ફાયરીંગ કર્યુ. જેમા અનેક લોકોના મોતની આશંકા છે. જેમા 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સેના દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકવાદીઓના ખાત્મા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યુ છે. જેને સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની સંયુકત ટીમ અંજામ આપી રહી છે. કાશ્મીર ઘાટીમાંથી કમર તૂટ્યા બાદ આતંકવાદીઓ અને સીમા પાર બેસેલા તેમના આકાઓ હતાશામાં છે અને ઉશ્કેરાયેલા છે. ગત મહિને જ હંદવાડામાં પાકિસ્તાની આતંકી સૈફુલ્લાને સેનાએ ઠાર કર્યો. આ જ કારણ છે કે આતંકીઓ પ્રવાસીઓને ટાર્ગેટ કરી ડરનો માહોલ ઉભો કરવા માગે છે. આ હુમલાની ટાઈમિંગ અને લોકેશન પણ તેની સાબિતી આપે છે. આતંકવાદીઓએ જૂલાઈમાં શરૂ થયેલી અમરનાથ યાત્રા પહેલા પહલગમમાં હુમલો કરી ડરનો માહોલ ઉભો કરવાની કોશિષ કરી છે. આ પહેલીવાર નથી, જ્યારે આતંકવાદીઓએ પર્યટકો કે તીર્થયાત્રિકોને નિશાન બનાવ્યા હોય. આવો...
Published On - 9:15 pm, Tue, 22 April 25