નેતાઓની જાડી ચામડી, જાડી સોય અને વણક્ક્મ: વેક્સિન લેતા સમયે કેવી રીતે પ્રધાનમંત્રી મોદીએ માહોલ કર્યો હળવો

|

Mar 02, 2021 | 6:18 PM

વેક્સિનેશનનો બીજો તબક્કો દેશભરમાં શરુ થઇ ગયો છે. જેના પહેલા જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિન લીધી હતી. આ વેક્સિન લેતા સમયે પીએમએ માહોલ હળવો કરવા માટે નર્સો સાથે વાર્તાલાપ કર્યો હતો.

નેતાઓની જાડી ચામડી, જાડી સોય અને વણક્ક્મ: વેક્સિન લેતા સમયે કેવી રીતે પ્રધાનમંત્રી મોદીએ માહોલ કર્યો હળવો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોવિડ-19ની રસીનો પહેલો ડોઝ લીધો હતો. આ દરમિયાન પણ તેઓએ વાતાવરણને રમૂજી રાખ્યું હતું. વડાપ્રધાને રસી આપતી નર્સોનું નામ વગેરે પૂછ્યું, ત્યારે નેતાઓની જાડી ચામડી અને પ્રાણીઓની ચામડીના ઈન્જેકશનને લઈને મજાક પણ કરી હતી. રસીકરણ બાદ બહાર જતા તેમણે વણક્ક્મ (નમસ્કાર) પણ કર્યું. જણાવી દઈએ કે 1 માર્ચથી દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણની બીજી ઝુંબેશ શરૂ થઈ હતી, આ દરમિયાન પીએમ મોદીએ રસી લીધી હતી.

રસીકરણ રૂમમાં હાજર નર્સોને મજાકમાં વડાપ્રધાનને પૂછ્યું કે, શું તેમનો ઈરાદો જાડી સોય લગાવવાનો તો નથીને, કેમ કે નેતાઓ વિષે કહેવામાં આવે છે કે તેમની ચામડી જાડી હોય છે. વડાપ્રધાનની આ મજાકથી રૂમમાં હાજર આરોગ્ય કર્મીઓ હસ્યા વગર રહી શક્યા નહીં. સવારે વડાપ્રધાન પહોંચ્યા ત્યારે એઈમ્સના આરોગ્ય કર્મચારીઓમાં અફરાતફરી જવું સ્વાભાવિક હતું. આ વાતની જાણ થતાં પ્રધાનમંત્રીએ તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું અને તેમના નામ અને નિવાસ વિશે પૂછવાનું શરૂ કર્યું.

સુત્રોના જણાવ્યા અનુસાર માહોલને હળવો બનાવવા માટે પ્રધાનમંત્રીએ નર્સોને પૂછ્યું કે, તેઓ પશુ ચિકિત્સામાં યૂઝ થવા વાળી સોય તો નથી વાપરવાનાને, નર્સો આ મજાક સમજી શકી નહીં. તેમણે જવાબ આપ્યો, ના. પ્રધાનમંત્રીએ ફરી કહ્યું કે, નેતાઓની ચામડી જાડી હોય છે અને પૂછ્યું કે એટલે તમારો ઈરાદો જાડી સોય લગાવવાનો તો નથીને. આ સાંભળ્યા બાદ નર્સો હસી પડી અને ટેન્શન ફ્રિ થઇ ગઈ. હોસ્પિટલમાંથી નીકળતી વખતે મોદી નર્સોની પાસે ગયા અને તેમનો આભાર માન્યો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ દરમિયાન તેમની સાથે હાજર રહેલા એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ કેવી રીતે નર્સો સાથે તેમની ભાષામાં વાત કરી. તેમજ રસી મૂકતા પહેલા તેમને હળવા કરવા માટે મજાક પણ કરી હતી. ગુલેરિયાએ કહ્યું, “વડાપ્રધાન નર્સિંગ અધિકારીઓના મૂડને હળવો કરવા માંગતા હતા અને આ માટે તેમણે હળવી મજાક પણ કરી. તેમજ તેમની ભાષાઓમાં તેમની સાથે વાત કરી અને પૂછ્યું કે કોણ છે. આને કારણે ઘણી રાહત મળી, કારણ કે પહેલા નર્સોને ખબર નહોતી કે કોને રસી આપવાની છે. ”

Published On - 6:14 pm, Tue, 2 March 21

Next Article