
આ વાવાઝોડુ દક્ષિણ પશ્ચિમ ચોમાસાના અંત પછી આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું 4 ડિસેમ્બરે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. આવી સ્થિતિને લઇને જવાદ વાવાઝોડાને લઈને બચાવ કામગીરી સાથે જોડાયેલા તમામ વિભાગો એલર્ટ પર છે.
જવાદ નામ કેવી રીતે પડ્યું ?
વાવાઝોડાના નામકરણની એક પ્રક્રિયા હોય છે. જે અનુસાર સાઉદી અરેબિયાના સૂચન પર આ વાવાઝોડાને જવાદ નામ આપવામાં આવ્યું છે. જવાદ એક અરબી શબ્દ છે. જેનો અર્થ થાય છે ઉદાર.
‘જવાદ’ કેટલું જોખમી છે?
વાવાઝોડાને લઇને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું બહુ ખતરનાક રહેશે નહીં. ભૂતકાળમાં આવેલા વાવાઝોડાની સરખામણીમાં આ વાવાઝોડાની અસર સામાન્ય જનજીવન પર નહીં પડે. જો કે, એવી સંભાવના છે કે જ્યારે જવાદ વાવાઝોડુ આવશે ત્યારે પવનની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોઈ શકે છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
સામનો કરવાની તૈયારી શું છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાવાઝોડાને લઈને સંબંધિત વિભાગોની મહત્વની બેઠક લીધી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ચક્રવાતી તોફાન આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિશાખાપટ્ટનમ અને વિઝિયાનગરમ અને ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓને અસર કરશે. આ સાથે, દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમ બંગાળના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તમામ શંકાઓ અને શક્યતાઓને ધ્યાનમાં રાખીને, NDRF એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ આ રાજ્યોમાં 32 ટીમો તૈનાત કરી છે અને વધારાની ટીમો તૈયાર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : બાપ રે ! આ માછલીની કિંમત છે કરોડોમાં, ખાસિયત જાણીને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો
આ પણ વાંચો : લગ્નમાં તમાશો ! સાત ફેરા બાદ વરરાજાની સામે પ્રેમીએ દુલ્હનની માંગમા ભર્યુ સિંદૂર, પછી જે થયુ……….
Published On - 1:01 pm, Fri, 3 December 21