મજૂરની દીકરી ભણશે હાર્વર્ડમાં, જાણો ઘાસ લેવા જતા સમયે એવું તો શું થયું કે આજે પહોંચી ગઈ આ મુકામે

|

Apr 30, 2021 | 2:29 PM

રાંચીના દાહો ગામની સીમા કુમારી એક એવું નામ છે જેની વાત સાંભળીને સૌ કોઈને અચંબો અનુભવાશે. સામાન્ય પરિવારની આ દીકરીએ હાર્વર્ડની શિષ્યવૃત્તિ મેળવી છે.

મજૂરની દીકરી ભણશે હાર્વર્ડમાં, જાણો ઘાસ લેવા જતા સમયે એવું તો શું થયું કે આજે પહોંચી ગઈ આ મુકામે
સીમા કુમારી

Follow us on

ભારતના ગરીબ પરિવારોની છોકરીઓને ભાગ્યે જ સારા અભ્યાસ અને કારકિર્દી બનાવવાની તક મળે છે. મોટા ભાગે એવું બનતું હોય છે કે સામાન્ય પરિવારમાં દીકરીને લગ્ન કરાવવાની ઉતાવળ જ જોવા મળે છે. દીકરીના માતાપિતા ફક્ત એક જ ચિંતા કરે છે કે તેણે જલદીથી લગ્ન કરી લેવા જોઈએ. પરંતુ રાંચીના દાહો ગામની સીમા કુમારી એક એવું નામ છે જેની વાત સાંભળીને સૌ કોઈને અચંબો અનુભવાશે.

4 વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે પસંદ થયેલી દાહો ગામની સીમા કુમારીની વાર્તા

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ 12 માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીની ટૂંક સમયમાં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીનો પ્રવાસ કરશે. ત્યાં, 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે તેની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 61 લાખની સંપૂર્ણ શિષ્યવૃત્તિ વાર્ષિક આપવામાં આવશે. મજૂર પિતાની પુત્રી અને મટકીઓ વેચતી માતાની દીકરી સીમાએ જાત મહેનતે જ આ પદ પ્રાપ્ત કર્યું છે.

ફૂટબોલના મેદાનથી શરૂઆત થઇ

17 વર્ષની સીમાએ જણાવ્યું કે, હું અગાઉ ગામની એક સરકારી શાળામાં ભણતી હતી. 2012 માં એક દિવસ ઘાસ લેવા જઇ રહી હતી. જ્યારે મેં ગામની ઘણી છોકરીઓને ફૂટવોલ રમતા જોઈ, ત્યારે મને પણ રમવાનું મન થયું. ત્યારબાદ પરિવારની પરવાનગી લઈને હું મેદાનમાં જવા લાગી. ત્યાર બાદ તે બધા એક એનજીઓના ખાસ યુવા શિબિરનો ભાગ હોવાનું જાણવા મળ્યું હતું. પછી હું તેમની સાથે જોડાઈ ગઈ અને સતત રમવા લાગી. ત્યાં અંગ્રેજી શીખી અને પછી નવી છોકરીઓને ફૂટબોલ શીખવવાનું શરૂ કર્યું.

 

2012 માં યુમકામાં ફૂટબોલ ટીમમાં સામેલ થયા બાદ, સીમાએ શિક્ષણના અધિકાર અને બાળ લગ્નની વિરુદ્ધ લડત ચલાવી હતી. શોર્ટ્સ પહેરવા બદલ તેની મજાક પણ ઉડાવવામાં આવી હતી. પરંતુ આ બાબતોને ધ્યાનમાં લીધા વિના, સીમા વર્ષોથી ફૂટબોલ રમતી રહી. તે યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારી તેના પરિવારની પહેલી મહિલા હશે.

 

આ પણ વાંચો: અભિનેતા જ નહીં માણસ પણ સુપરસ્ટાર: કોરોના દર્દીઓની મદદ માટે આ એક્ટર બન્યો એમ્બ્યુલન્સ ડ્રાઈવર

આ પણ વાંચો: દેશની દીકરીને સલામ: કોરોનાએ ભરખી લીધા મા-બાપ અને ભાઈ, તોયે દર્દીઓના ઈલાજમાં લાગેલી છે આ ડોક્ટર

Published On - 2:28 pm, Fri, 30 April 21

Next Article