ગૃહપ્રધાન અમિત શાહનો પ.બંગાળના બીરભૂમમાં ભવ્ય રોડ-શો, મોટી સંખ્યામાં ઉમટી ભીડ

  • Updated On - 4:35 pm, Sun, 20 December 20
ગૃહપ્રધાન અમિત શાહનો પ.બંગાળના બીરભૂમમાં ભવ્ય રોડ-શો, મોટી સંખ્યામાં ઉમટી ભીડ

ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસીય બંગાળના પ્રવાસે છે. આજે તેમના બંગાળ પ્રવાસનો બીજો દિવસ છે. બીરભૂમના શાંતિ નિકેતનમાં ગૃહપ્રધાને ગુરૂદેવ રવિન્દ્ર નાથ ટાગોરને પુષ્પાંજલિ અર્પણ કરી. આ અવસરે વિદ્યાર્થીઓએ તેમનુ સ્વાગત કર્યુ. બીરભૂમ ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરનું જન્મસ્થળ છે. અહીં તેમના વ્યક્તિત્વની ઘણી અસર જોવા મળે છે. અમિત શાહ એરપોર્ટથી કલકત્તાથી વીરભૂમ પહોંચ્યા હતા. શાંતિ નિકેતન સ્થિત વિશ્વભારતી યુનિવર્સિટીમાં અમિત શાહે ગુરૂદેવની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ તેઓ રવિન્દ્ર ભવન પહોંચ્યા હતા. જે બાદ સંગીત ભવનમાં અમિત શાહે 20 મિનિટ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારપછી અમિત શાહે એક ગાયકને ત્યાં ભોજન લીધુ હતું. આ સાથે શાહે બીરભૂમમાં ભવ્ય રોડ-શો યોજયો હતો. જેમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડયા હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati