Hindi Diwas 2021: ગૃહપ્રધાન અમિત શાહે હિન્દી દિવસની પાઠવી શુભેચ્છા, કહ્યુ ” હિન્દી ભાષા આધુનિક વિકાસ વચ્ચેનો સેતુ છે “

|

Sep 14, 2021 | 9:30 AM

ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ લાગુ કરવામાં આવ્યુ હતુ, જેમાં દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દીને ભારતીય બંધારણની (Indian Constitution)કલમ 343 હેઠળ સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં આવી છે.

Hindi Diwas 2021: ગૃહપ્રધાન અમિત શાહે હિન્દી દિવસની પાઠવી શુભેચ્છા, કહ્યુ  હિન્દી ભાષા આધુનિક વિકાસ વચ્ચેનો સેતુ છે
Amit Shah (File Photo)

Follow us on

Hindi Diwas 2021 : દેશભરમાં14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરના હિન્દી ભાષી લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે દેવનાગરી લિપિમાં હિન્દીને(Hindi Language) ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.

ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) ટ્વિટ કરીને લખ્યુ કે, ‘લાગણી વ્યક્ત કરવા માટે ભાષા સૌથી શક્તિશાળી માધ્યમ છે. હિન્દી આપણી સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રીય એકતાનો પાયાનો આધાર છે તેમજ પ્રાચીન સભ્યતા અને આધુનિક પ્રગતિ વચ્ચેનો સેતુ છે. મોદીજીના નેતૃત્વમાં, અમે હિન્દી અને તમામ ભારતીય ભાષાઓના સમાંતર વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છીએ. ”

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે છે ?

14 સપ્ટેમ્બરે હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. બિયોહર રાજેન્દ્ર સિંહના 50 મા જન્મદિવસે 14 સપ્ટેમ્બર 1949 ના રોજ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં આવી હતી અને તે બાદ આ ભાષાને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યુ હતુ. દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દીને ભારતીય બંધારણની (Indian constitution) કલમ 343 હેઠળ સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં આવી હતી.

બિયોહર રાજેન્દ્ર સિંહ

બિયોહર રાજેન્દ્ર સિંહ હિન્દી સાહિત્યકાર (Hindi poet) હતા જેમણે હિન્દીને સત્તાવાર ભાષા બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. આપને જણાવી દઈએ કે હિન્દીને સત્તાવાર ભાષા તરીકે માન્યતા અપાવવા માટે ઘણા હિન્દી સાહિત્યકારોએ દક્ષિણ ભારતની ઘણી યાત્રાઓ કરી હતી. યાત્રા કરીને તેઓ લોકોને હિન્દી વિશે માહિતગાર કરતા હતા.રાજેન્દ્ર સિંહની (Rajendra Singh) સાથે કાકા કાલેલકર, મૈથિલીશરણ ગુપ્તા, હજારીપ્રસાદ દ્વિવેદી, મહાદેવી વર્મા, શેઠ ગોવિંદદાસે પણ હિન્દીને સત્તાવાર ભાષા બનાવવા માટે પ્રયત્નો કર્યા હતા.

 

આ પણ વાંચો: Hindi Diwas 2021 : ‘હિન્દી દિવસ’ ‘વિશ્વ હિન્દી દિવસ’ થી કેવી રીતે અલગ છે? અગર નથી જાણતા તો વાંચો આ વિગત

આ પણ વાંચો: Maharashtra : સાકીનાકા રેપ કેસ બાદ ઉદ્ધવ ઠાકરે સરકાર એક્શનમાં, મહિલાઓની સલામતીને લઈને અધિકારીઓને આપ્યા નિર્દેશ

Next Article