સંભલમાં ભારે તણાવ વચ્ચે આજે હોળી અને શુક્રવારની નમાજ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. હોળીની શોભાયાત્રા પૂરી થયા બાદ સંભલના સીઓ અનુજ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાત કરતાં અનુજ ચૌધરીએ કહ્યું, “બધાએ ખૂબ જ પ્રેમથી હોળીની ઉજવણી કરી છે અને ક્યાંયથી કોઈ અપ્રિય ઘટના અંગેની ફરિયાદ આવી નથી.”
જુમ્માની નમાજ વિશે જણાવતા, સીઓ અનુજ ચૌધરીએ ( CO Anuj Chaudhary) કહ્યું કે લોકો નમાજ માટે પણ આરામથી જઈ રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી સંભલમાં હોળીને લઈને તણાવના અહેવાલો હતા, જે બાદ શહેરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સંભલમાં આરએએફ અને પીએસી તૈનાત કરવામાં આવ્યા હતા અને વરિષ્ઠ અધિકારીઓ પણ શહેરમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
સંભલમાં કેટલાક દિવસોથી ચાલી રહેલા પોલીસ પેટ્રોલિંગ અંગે અનુજ ચૌધરીએ કહ્યું કે, આ અમારું કામ હતું અને અમે કર્યું. જામા મસ્જિદ પાસે હોળીની શોભાયાત્રા કાઢવા પર તેમણે કહ્યું કે મસ્જિદની પાછળથી એક વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેમાં લગભગ 3 હજાર લોકો સામેલ હતા. અનુજે જણાવ્યું કે બધુ સુચારુ રીતે ચાલ્યુ છે અને ક્યાંયથી કોઈ અપ્રિય ઘટનાના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.
#WATCH | Sambhal, UP | CO Anuj Chaudhary says, “All have celebrated Holi with love. Now, people are going to offer Namaz, and it will also be done peacefully. The Holi procession was huge, with almost 3000 people taking part, but everything has happened peacefully.” pic.twitter.com/ikNi2j73Ey
— ANI (@ANI) March 14, 2025
ગયા વર્ષે નવેમ્બરમાં જ્યારે એએસઆઈની ટીમ, સંભલ મસ્જિદમાં સર્વે કરવા પહોંચી હતી ત્યારે સંભલમાં સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, સર્વે ટીમ કોઈપણ સૂચના અને પરવાનગી વગર આવી હતી. આ દરમિયાન લગભગ 5 થી 6 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. ત્યારથી સંભાલમાં વાતાવરણ તંગ હતું અને વહીવટીતંત્ર હોળીને લઈને હાઈ એલર્ટ પર હતું.
સંભલમાં હોળી અને શુક્રવારની નમાજ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. સીઓ અનુજ ચૌધરીએ કહ્યું કે હોળીની શોભાયાત્રા, મસ્જિદની પાછળથી જ નીકળ્યું હતું, જેમાં લગભગ 3000 લોકો સામેલ થયા હતા. શોભાયાત્રા દરમિયાન સંભલમાં કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી.
Published On - 3:39 pm, Fri, 14 March 25