Historical Dandi March : જાણો મહાત્મા ગાંધીએ કેમ કર્યો હતો મીઠાના કાયદાનો ભંગ

|

Mar 11, 2021 | 3:05 PM

Historical Dandi March : અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાવવા માટે ગાંધીજીએ અનેક આંદોલનો કર્યા હતાં જેમાંનું એક આંદોલન હતું મીઠાનો સત્યાગ્રહ. જેને આપણે દાંડી યાત્રાના નામે જાણીએ છીએ. દાંડીમાં મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ માટે શરૂ કરેલી દાંડી યાત્રાને  91 વર્ષ પૂર્ણ થયા છે.

Historical Dandi March : જાણો મહાત્મા ગાંધીએ કેમ કર્યો હતો મીઠાના કાયદાનો ભંગ
Historical Dandi March

Follow us on

Dandi March : અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાવવા માટે ગાંધીજીએ અનેક આંદોલનો કર્યા હતાં જેમાંનું એક આંદોલન હતું મીઠાનો સત્યાગ્રહ. જેને આપણે દાંડી યાત્રાના નામે જાણીએ છીએ. દાંડીમાં મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ માટે શરૂ કરેલી દાંડી યાત્રાને   91 વર્ષ પૂર્ણ થયા છે.

ઇ.સ. ૧૯૩૦નાં વર્ષમાં અંગ્રેજો સામે Dandi સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવ્યો હતો. ભારતની આઝાદી માટે અહિંસક લડત લડતા ગાંધીજીને આ પગલું અન્યાયી અને દેશની જનતા વિરુદ્ધનું લાગ્યું હતું. તેના વિરોધમાં તેમણે દાંડી સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હતો. દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના ૭૮ સાથીદારો સાથે અમદાવાદથી ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ પદયાત્રા સ્વરૂપે કરી હતી. જે ૬ એપ્રિલ ૧૯૩૦એ નવસારી નજીક આવેલા દરિયા કિનારાનાં દાંડી ગામે પુરી કરી હતી.

ભારતમાં રાજ કરતા અંગ્રેજોએ મીઠાની વેચાણ કિંમત પર 2400 ટકા વેરો લાદી દેતા ગાંધીજીએ દાંડીયાત્રા યોજી હતી. અને છઠ્ઠી એપ્રિલ ૧૯૩૦ના દાંડી પહોંચી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. અંગ્રેજ શાસન દરમ્યાન રોજીંદી જરૂરિયાત એવા મીઠા પર અસહ્ય વેરો લદાયો હતો. સરકારી પ્રકાશન મુજબ ૧ બંગાળી મણ મીઠાનો ભાવ ૧૦ પાઈનો પડતો અને તેના ઉપર ૨૦ આના ૨૪૦ પાઈ વેરો લદાયો હતો એટલે વેંચાણ કિંમત પર ૨૪૦૦ ટકા વેરો થયો હતો. તે સમયે ભારતની માથાદીઠ આવક એક આનો સાત પાઈ હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

૧૯૨૫-૨૬ના વર્ષમાં સરકારી વાર્ષિક આવકના ૧૯.૭ ટકા આવક મીઠાના કરમાંથી થઈ હતી. ગરીબ તવંગર સહિત દેશના તમામ લોકોને સીધી રીતે સ્પર્શતા આ મુદ્દા માટે ગાંધીજીએ નમક સત્યાગ્રહ કરવા એલાન કર્યું અને ૧૨ માર્ચ ૧૯૩૦ના ૭૮ સાથીઓ સાથે દાંડી યાત્રા શરૃ કરી હતી. જેમાં ૧૬ થી ૬૧ વર્ષની વયના સાથીઓ હતા. તે સમયે ગાંધીજીની વય ૬૧ વર્ષ હતી અને તેઓ સૌથી મોટી વયના હતા. ગાંધીજી સોમવારે મૌન પાળતા હતા. દાંડીયાત્રા દરમ્યાન ત્રણ સોમવાર આવ્યા હતા. આ ત્રણ સોમવારને બાદ કરતા 24 દિવસમાં સરેરાશ 10.5 માઈલની યાત્રા થઈ હતી. ૨૪ દિવસમાં ૨૪૧ માઈલનું અંતર કાપી પાંચમી એપ્રિલ ૧૯૩૦ના આ યાત્રા દાંડી પહોંચી હતી. જ્યાં વહેલી સવારે ગાંધીજી સહિતના સૈનિકોએ સમુહસ્નાન કર્યું હતું.

અહીં ગાંધી બાપુએ કર ભર્યા વગર મીઠું ઉપાડ્યું હતું અને બોલ્યા હતા કે, “મૈને નમક કા કાનુન તોડા હૈ”. આમ તેમની દાંડી યાત્રાની સફળતાથી અંગ્રેજ સરકાર હલી ગઈ હતી. ભારતમાં પણ અન્ય શહેરોમાં મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો, અને આખરે અંગ્રેજો એ ઝુકાવું પડ્યું હતું. દાંડી સત્યાગ્રહ અને પદયાત્રાને ઇતિહાસમાં દાંડી કુચ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Next Article