આ અગાઉ આજે બપોરે આ માટે સમસ્ત મુસ્લીમ સમાજના અગ્રણીઓએ એડીશનલ કલેકટરને આવેદન પત્ર આપીને પુલવામાના આંતકવાદની ઘટનાને વખોડી કાઢી વિરોધ દર્શાવી દુખ વ્યક્ત કર્યો હતુ. આવેદનપત્રમાં કાયરતા પુર્ણ રીતે દેશ વિરોધી તત્વોએ હુમલો કર્યો હોવાનુ ગણાવી દેશના જવાનોને શહીદ કર્યા હોવાનુ દુખ વ્યક્ત કર્યુ હતુ અને સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલાને દેશના સ્વાભીમાન પર હુમલો હોવાનું ગણાવ્યુ હતું. મોડી સાંજે સમસ્ત મુસ્લીમ સમાજના બિરાદરો દ્રારા હિંમતનગર શહેરમાં આવેલા બહુમાળી ભવનથી કેન્ડલ માર્ચ સહીત રેલી નિકાળીને મુખ્ય બજાર અને જુના બજારમાં થઇને હનુમાનજી મંદીર ટાવર ચોક ખાતે પહોંચી જ્યાં સીઆરપીએફના શહીદ જવાનોને માટે મૌન પાળી શ્રદ્ધાજંલિ અર્પી હતી .શહીદો અમર રહો અને વંદે માતરમના નારા લગાવ્યા હતા તેમજ પાકીસ્તાન વિરોધી સુત્રોચ્ચાર કરીને આંતકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો. મુસ્લીમ બિરાદરો એ જવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે આજે સવારથી જ જીલ્લામાં તમામ બજારોને સજ્જડ બંધ રાખ્યા હતા.
[yop_poll id=1497]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:21 pm, Sat, 16 February 19