હિમાચલ પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોની આજે બેઠક, નવા મુખ્યપ્રધાનની થઈ શકે છે જાહેરાત

|

Dec 09, 2022 | 8:05 AM

હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોની આજે બેઠક મળનાર છે. આ બેઠકમાં નવી સરકાર રચવાની તારીખ અને નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત થઈ શકે છે. હિમાચલપ્રદેશમાં મુખ્ય પ્રધાન બનવા માટે સુખવિન્દર સિંહ સુખુ અને પ્રતિભા સિંહ વચ્ચે સ્પર્ધા છે.

હિમાચલ પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોની આજે બેઠક, નવા મુખ્યપ્રધાનની થઈ શકે છે જાહેરાત
Himachal Pradesh Congress MLA

Follow us on

હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના ગઈકાલે જાહેર થયેલા પરિણામ બાદ, કોંગ્રેસે આજે જીતેલા ધારાસભ્યોની એક બેઠક શિમલા ખાતે બોલાવી છે. હિમાચલપ્રદેશના પ્રભારી રાજીવ શુક્લા અને અન્ય નિરિક્ષકની હાજરીમાં ધારાસભ્યોની બેઠક યોજાશે. ધારાસભ્યોની આ બેઠકમાં, હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનના નામની જાહેરાત થઈ શકે છે. કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખુ અને હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. વીરભદ્રસિંહના પત્નિ પ્રતિભા સિંહને મુખ્ય પ્રધાન માટે દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

બે જૂથ વચ્ચે ખેંચતાણ

કોંગ્રેસે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સ્પષ્ટ બહુમતી સાથે જીતી લીધી છે, પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુખ્ય પ્રધાન કોણ બનશે. હાલમાં હિમાચલ પ્રદેશમાં મુખ્ય પ્રધાન પદ માટે કોંગ્રેસના બે જૂથ વચ્ચેની લડાઈ વધશે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખુના નેતૃત્વમાં એક જૂથ છે. તો બીજુ જૂથ હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વર્ગસ્થ વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહ છે. આ બન્ને નેતાઓને મુખ્ય પ્રધાન પદના દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની અગાઉની સરકારોમાં સતત છ વાર મુખ્ય પ્રધાન બનેલા વીરભદ્ર સિંહ વિના આ વખતે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આમ છતાં, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. વીરભદ્રસિંહના મૃત્યુ પછી સહાનુભુતિનો લાભ ઉઠાવવા માટે પ્રતિભા સિંહને માત્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બનાવવાની સાથોસાથ, તેમના નામ સાથે વીરભદ્રસિંહનું નામ જોડીને, ઠેર ઠેર પ્રતિભા વીરભદ્ર સિંહ લખવામાં આવતુ હતું. પ્રતિભા વીરભદ્ર સિંહે પણ આ જ નામથી ચૂંટણી લડી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હવે સમર્થકો પ્રતિભા સિંહને મુખ્ય પ્રધાન બનાવવાના પક્ષમાં એક થવા લાગ્યા છે. પ્રતિભાસિંહના ટેકેદારોના વિરોધમાં સુખવિન્દર સિંહ સુખુ છે, જેઓ છ વર્ષથી હિમાચલ પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે. પાર્ટી પ્રમુખ તરીકે તેમના અને વીરભદ્ર સિંહ વચ્ચેના રાજકીય સંબંધો સારા નહોતા.

ભાજપને કર્મચારીઓની નારાજી નડી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના છ વખતના મુખ્ય પ્રધાન વીરભદ્ર સિંહ વિના આ પહેલી ચૂંટણી કોંગ્રેસ લડ્યું હતું. હિમાચલ પ્રદેશમાં મતદારોનો રિવાજ દરેક વખતે સરકાર બદલવાનો છે, પરંતુ વીરભદ્ર અને મુખ્ય પ્રધાનના ચહેરા વિના કોંગ્રેસ માટે જીતવું સરળ નહોતું. ભાજપની કેન્દ્ર અને હિમાચલ પ્રદેશની રાજ્ય સરકાર, કર્મચારીઓની નારાજગી જાણવામાં નિષ્ફળ નિવડી હતી જેનો સીધો લાભ કોંગ્રેસને થયો છે.

Next Article