Hijab Controversy : કર્ણાટકમાં (Karnataka) ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે, પોલીસે હુબલ્લી-ધારવાડમાં CRPCની કલમ 144 તાત્કાલિક અસરથી લાગુ કરી છે. આ આદેશ તમામ શૈક્ષણિક સંસ્થાઓના (Education Institute) 200 મીટરની ત્રિજ્યામાં 28 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. બીજી તરફ, ઉડુપીના એડિશનલ એસપી સિદ્ધલિંગપ્પાએ કહ્યુ છે કે, ઉડુપીમાં કોઈ તણાવ નથી. અમે હાઈકોર્ટના (Karnataka High Court) વચગાળાના આદેશનું પાલન કરી રહ્યા છીએ.
તમને જણાવવુ રહ્યુ કે, તાજેતરમાં કર્ણાટકના નવ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એટલું જ નહીં, છેલ્લા 3-4 દિવસથી આ મામલામાં હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. આ મામલે આજે પણ કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થશે.
Karnataka | Police clamped prohibitory orders in Hubballi-Dharwad under Section 144 of the CrPC within a 200m radius of all educational institutions with immediate effect till Feb 28
Visuals from SJMV College for Women in Hubli pic.twitter.com/gTH8zXDDP8
— ANI (@ANI) February 17, 2022
હિજાબ વિવાદને લઈને કર્ણાટકમાં વિરોધ થયા બાદ અને કેટલીક જગ્યાએ હિંસા ફાટી નીકળ્યા પછી, સરકારે 9 ફેબ્રુઆરીએ શૈક્ષણિક સંસ્થાઓને ત્રણ દિવસ માટે બંધ કરી દીધી હતી, જેને 16 ફેબ્રુઆરી સુધી લંબાવી દેવામાં આવી હતી. આ પછી શાળા કોલેજો ખોલવામાં આવી. જો કે, હાઈકોર્ટે હિજાબ વિવાદ અંગે દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી સુધી કોર્ટ વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો અને ગયા અઠવાડિયે રાજ્ય સરકારને જણાવ્યુ કે વર્ગખંડમાં હિજાબ સાથે વિદ્યાર્થીઓને સંસ્થાઓમાં પ્રવેશ આપવો.
Udupi, Karnataka | There is no tension in Udupi. The situation is 100% peaceful. We’re executing the High Court’s (interim) order: ST Siddalingappa, Additional SP, Udupi pic.twitter.com/t6T6ZaHmwx
— ANI (@ANI) February 17, 2022
હિજાબ વિવાદ અંગે કર્ણાટકના મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈએ બુધવારે રાજ્યની વિધાનસભામાં જણાવ્યુ હતુ કે, તેમની સરકાર હિજાબ વિવાદ પર હાઈકોર્ટના વચગાળાના આદેશનું પાલન કરશે. તમને જણાવવુ રહ્યુ કે, મુખ્ય પ્રધાન ગૃહમાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા જેમણે ગઈકાલે ઉચ્ચ શિક્ષણ પ્રધાન અશ્વથ નારાયણના નિવેદન અંગે સ્પષ્ટતા માંગી હતી.
આ પણ વાંચો : Punjab election: મતદાન પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, પાર્ટીના કાઉન્સેલર્સ સહિત ઘણા નેતાઓ AAPમાં જોડાયા