
હવે ભારત દૂરથી જ શત્રુ દેશમાં તબાહી મચાવી શકશે. અમેરિકા જેવી ડ્રોન ટેક્નોલોજી હવે ભારતમાં પણ ઉપલબ્ધ છે. ભારતીય વાયુસેનાને વધુ એક ગેમચેન્જર હથિયાર મળ્યું છે. ભારતે ઉત્તરીય ક્ષેત્રમાં ફોરવર્ડ એરબેઝ પર અદ્યતન હેરોન માર્ક-2 ડ્રોન તૈનાત કર્યા છે. આ ડ્રોન લાંબા અંતરની મિસાઈલથી દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ છે.
ઉપરાંત એક જ ઉડાનમાં ચીન-પાકિસ્તાન બંને બોર્ડર પર પણ નજર રાખી શકાશે. હેરોન માર્ક-2 ડ્રોન ઈઝરાઇલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવે છે. આ ડ્રોન 35 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઊડી શકે છે અને 150 નોટની ઝડપે ઊડી શકે છે. આ સિવાય તેઓ એક સમયે 36 કલાક ઉડવામાં સક્ષમ છે. હેરોન માર્ક-2 ડ્રોનની તહેનાતી સાથે સેનાની તાકાતમાં વધારો થશે.
હેરોન ડ્રોનની ખાસિયતની વાત કરીએ તો ગાઇડેડ બોમ્બ, હવાથી જમીન અને હવાથી એન્ટી ટેક ગાઇડેડ મિલાઇલથી સજ્જ છે. આ ડ્રોન એક જ ઉડાનમાં સતત 36 કલાક ઉડાન ભરી શકે છે. જમીનથી લગભગ 35 હજાર ફૂટની ઉંચાઇએ શાંતિથી ઉડવામાં સક્ષમ છે. એટલું જ નહીં હેરોન ડ્રોન જાતે જ ઉડાન ભરી મિશન પૂર્ણ કર્યા બાદ ફરી પોતાની જગ્યાએ પરત ફરશે. એક જ જગ્યાથી સમગ્ર દેશ અને ચીન પાકિસ્તાનની બોર્ડર પર પણ નજર રાખી શકાશે.
આ પણ વાંચો : Accident: જેસલમેરમાં મોટો અકસ્માત, સેનાની ટ્રક પલટી, એક જવાન શહીદ, 13 ઘાયલ
આ ડ્રોન કોઇ પણ ઋતુમાં ઉડાન ભરી શકે છે. ઉપરાંત સેટેલાઇટ કોમ્યુનિકેશન, દુશ્મનોને મારવા લેસર સિસ્ટમની સુવિધા છે. સાથે સાથે ડ્રોનને નિયંત્રિત કરવા માટે જમીન પર ગ્રાઉન્ડ સ્ટેશન હશે. કોમ્યુનિકેશન સિસ્ટમ આ ગ્રાઉન્ડ સ્ટેશનના સીધા સંપર્કમાં હશે. કોમ્યુનિકેશન સિસ્ટમને સેટેલાઇટથી જોડી શકાશે. આ ડ્રોનને કોઈપણ રીતે જામ કરી શકાય નહીં.
Published On - 5:13 pm, Sun, 13 August 23