આ છે વિદેશમાં છુપાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરો, ગોલ્ડી બ્રારથી લઈને મુસેવાલા હત્યા કેસના આરોપીઓ છે સામેલ, જાણો

|

Apr 03, 2023 | 9:13 AM

ગૃહ મંત્રાલયે કુખ્યાત ભારતીય ગેંગસ્ટરોની યાદી બનાવી છે, જેમાં ઘણા મોટા ગેંગસ્ટરોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં એવા આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે, જેઓ હાલમાં વિદેશમાં છુપાયેલા છે. જેમના પર સામાજિક અને ધાર્મિક નેતાઓ, ફિલ્મ સ્ટાર્સ, ગાયકો અને ઉદ્યોગપતિઓના ટાર્ગેટેડ કિલિંગ સંબંધિત ષડયંત્રનો પણ આરોપ છે.

આ છે વિદેશમાં છુપાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરો, ગોલ્ડી બ્રારથી લઈને મુસેવાલા હત્યા કેસના આરોપીઓ છે સામેલ, જાણો

Follow us on

હાલમાં જ જયારે ગૃહ મંત્રાલયે વિદેશમાં છુપાયેલા કુખ્યાત ગેંગસ્ટરોની યાદી તૈયાર કરી છે. જેમાં 28 જેટલા વોન્ટેડ ગેંગસ્ટરના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ આરોપીઓ સામે હત્યા, ખંડણી સહિતના અન્ય ગુનાહિત કેસ નોંધાયેલા છે. ગૃહ મંત્રાલયની યાદી અનુસાર, સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર ગેંગસ્ટર્સની યાદીમાં ટોચ પર છે. જે અમેરિકામાં ક્યાંક છુપાયો હોવાની આશંકા છે. અન્ય એક લોરેન્સ બિશ્નોઈની સાથે બ્રારને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા પાછળનો માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાય છે. જેમાં NIAના જણાવ્યા અનુસાર, તે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) ના ઓપરેટિવ લખબીર સિંહ ઉર્ફે લંડા સાથે સીધો સંબંધ ધરાવે છે, જે મોહાલી અને તરનતારનમાં RPG હુમલાના આરોપીઓ છે.

જાણો વિદેશમાં ભાગી ગયેલા વોન્ટેડ આરોપીઓ

મુસેવાલા મર્ડર કેસના આરોપીઓ પણ આ યાદીમાં સામેલ છે – ગૃહ

મંત્રાલયની આ યાદીમાં અન્ય ઘણા કુખ્યાત ગેંગસ્ટરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં મુસેવાલા હત્યા કેસના આરોપી સચિન થાપન, ગુરજંત સિંહ ઉર્ફે જનતા, રોમી હોંગકોંગ અને અન્ય ઘણા લોકો સામેલ છે. આ યાદીમાં ગૌરવ પટિયાલ ઉર્ફે લકી પટિયાલનો પણ સમાવેશ થાય છે, જેમના ગુપ્ત સ્થાનો પર NIA દ્વારા ગયા વર્ષે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાનો હેતુ શસ્ત્રોની દાણચોરી, નાર્કો-આતંકવાદ, ટાર્ગેટેડ કિલિંગ, ખંડણી, અપહરણ અને અન્ય ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરવાનો હતો.

આ પણ વાંચો : દુનિયામાં ફરી વાગ્યો વડાપ્રધાન મોદીનો ડંકો, એપ્રુવલ રેટિંગમાં PM મોદીએ દુનિયાના નેતાઓને માત આપી બન્યા નંબર 1, જાણો જો બાઈડનનો ક્રમ

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

આરોપીઓના પાકિસ્તાન સાથે પણ સંબંધો

કેન્દ્રએ આપેલી આ યાદીમાં અન્ય ગેંગસ્ટરનું નામ અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ છે. એવું માનવામાં આવે છે કે તે અમેરિકામાં છુપાયેલો છે. સર્વોચ્ચ તપાસ એજન્સીએ તેમની સામે ચાર્જશીટ કરી છે. ભાનુ પર આતંક ફેલાવવાનું ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ છે. વધુમાં તેના પર જાણીતા સામાજિક અને ધાર્મિક નેતાઓ, ફિલ્મ સ્ટાર્સ, ગાયકો અને ઉદ્યોગપતિઓની ટાર્ગેટેડ કિલિંગ સંબંધિત ષડયંત્રનો પણ આરોપ છે. NIAએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથે અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુના સંબંધો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત, તે કેનેડા, નેપાળ અને અન્ય દેશોમાં સ્થિત ખાલિસ્તાન તરફી તત્વોના સંપર્કમાં હોવાનો પણ આરોપ છે.

 

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

 

Next Article