હજુ માર્ચ મહિનો પૂરો થયો નથી અને મે મહિનાની ગરમીનો (Heat Wave) અનુભવ થવા લાગ્યો છે. દેશના ઘણા ભાગોમાં સૂર્ય તપવા લાગ્યો છે. આ સાથે જ રાજ્યોના અનેક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, સોમવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની અને આગામી થોડા દિવસોમાં તેમાં ઘટાડો થવાની સંભાવના છે. આ પહેલા રવિવારે રાજધાની દિલ્હીના (Delhi) સફદરજંગ અને લોધી રોડ પર 38.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા 7 ડિગ્રી વધારે છે.
પિતમપુરામાં તાપમાનનો પારો વધીને 39.9 ડિગ્રીએ પહોંચ્યો હતો જે એક રેકોર્ડ છે. અગાઉ માર્ચ 2013માં દિલ્હીમાં પારો 40-42 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ દરમિયાન દિલ્હીમાં પાણીની અછત છે. રાજસ્થાનના ઘણા ભાગો લૂ સામે લડી રહ્યા છે અને ચુરુમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ચુરુ સહિત રાજસ્થાનના ચાર જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. ચુરુમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ચુરુમાં છેલ્લા છ દિવસથી તાપમાન 40 ડિગ્રીની ઉપર રહ્યું છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાત્રિના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. જિલ્લાનું તાપમાન 40.6 થી 40.3 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહ્યું છે. IMDએ કહ્યું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં સામાન્ય તાપમાન સામાન્ય કરતા વધારે હતું. ખાસ કરીને, હવામાન વિભાગે બિકાનેર અને ચુરુ માટે હીટવેવની ચેતવણી આપી હતી અને બાદમાં ઘણા દિવસો સુધી ગરમ પવન રહી શકે છે.
બીજી તરફ, નેશનલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્રિડિક્શન અનુસાર, ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 26 માર્ચે 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાય તેવી શક્યતા છે. વિભાગની આગાહી મુજબ, 26 માર્ચે શહેરમાં દિવસનું તાપમાન 42-45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. દરમિયાન 22 અને 25 માર્ચે તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
ઉત્તર આંદામાન સમુદ્ર પરનું દબાણ છેલ્લા 6 કલાકમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે વધીને ઊંડા દબાણમાં ફેરવાઈ ગયું છે. તે હવે ઉત્તર આંદામાન સમુદ્ર અને તેની સંલગ્ન દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર સ્થિત છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 માર્ચે પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશના વિવિધ ભાગોમાં લૂ આવવાની સંભાવના છે. જ્યાં સુધી પારાના સ્તરની વાત છે, દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ રહેશે.
આ પણ વાંચો : પ્રમોદ સાવંત બનશે ગોવાના મુખ્યપ્રધાન, બીજેપી વિધાનસભા પક્ષની બેઠકમાં કરાઈ જાહેરાત