HDFC બેંકના ગ્રાહકોને મોટો ઝટકો ! UPI સહિતની ઘણી સર્વિસ બંધ, તારીખ અને સમય જરૂરથી નોંધી લેજો

HDFC બેંક માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી બેંક છે અને વિશ્વની 13મી સૌથી મોટી બેંક છે. આ ખાનગી બેંક દ્વારા એક ખાસ જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને તેના ગ્રાહકો ચિંતામાં મુકાયા છે.

HDFC બેંકના ગ્રાહકોને મોટો ઝટકો ! UPI સહિતની ઘણી સર્વિસ બંધ, તારીખ અને સમય જરૂરથી નોંધી લેજો
| Updated on: Aug 19, 2025 | 7:35 PM

HDFC બેંક માર્કેટ કેપની નજરે ભારતની સૌથી મોટી બેંક છે અને વિશ્વની 13મી સૌથી મોટી બેંક છે. ખાનગી ક્ષેત્રની HDFC બેંકે તેના કરોડો ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંકે 22 ઓગસ્ટ 2025 ના રોજ ‘નિશ્ચિત ડાઉનટાઇમ’ જાહેર કર્યો છે.

કઈ કઈ સર્વિસ બંધ રહેશે?

આ સમય દરમિયાન ફોન બેંકિંગ, ઇમેઇલ સપોર્ટ, સોશિયલ મીડિયા હેલ્પ, WhatsApp ચેટ બેંકિંગ અને SMS બેંકિંગ જેવી સર્વિસ ઉપલબ્ધ રહેશે નહીં. જો કે, ટોલ-ફ્રી નંબર બેંક ખાતાઓ અને કાર્ડ્સને હોટ લિસ્ટિંગ (બ્લોક) માટે કામ કરવાનું ચાલુ રાખશે. બેંકે કહ્યું કે, તે તેની બેંકિંગ સર્વિસને સુધારવા માટે જરૂરી સિસ્ટમનું મેન્ટેનન્સ કરશે.

બેંકિંગ સર્વિસ આટલા સમય સુધી ઉપલબ્ધ રહેશે નહીં

બેંકનું કહેવું છે કે, ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે સિસ્ટમમાં કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આના કારણે કેટલીક સર્વિસ કામ કરશે નહીં. આ સર્વિસ 22 ઓગસ્ટ 2025 ના રોજ રાત્રે 11:00 વાગ્યાથી 23 ઓગસ્ટ 2025 ના રોજ સવારે 6:00 વાગ્યા સુધી બંધ રહેશે. ટૂંકમાં, આ સર્વિસ કુલ 7 કલાક સુધી ઉપલબ્ધ રહેશે નહીં.

જણાવી દઈએ કે, મોટાભાગની સર્વિસ પર કોઈ અસર થવાની નથી. HDFC નેટબેંકિંગ, મોબાઇલ બેંકિંગ, ફોન બેંકિંગ એજન્ટ સર્વિસ, PayZapp, MyCards એપ, કાર્ડ સર્વિસ તેમજ એકાઉન્ટ બ્લોક કરવાની ટોલ-ફ્રી સુવિધા ચાલુ રહેશે.

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..