હરિયાણાના (Haryana) સોનીપતથી (Sonipat), પોલીસે શનિવારે, ખાલિસ્તાની સંગઠનો સાથે જોડાઈને દેશદ્રોહ પ્રવૃત્તિઓમાં સામેલ ચાર આતંકવાદીઓની (Khalistani terrorists) ધરપકડ કરી હતી. તેમાંથી ત્રણની પોલીસે મોડી સાંજે જુઆન ગામમાંથી અને એકની સોનીપતમાંથી ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ સોશિયલ મીડિયા (Social Media) દ્વારા ખાલિસ્તાન ટાઈગર ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન સાથે જોડાયેલા હતા.
પોલીસે આ ચાર આરોપી પાસેથી એક AK-47, ચાર વિદેશી પિસ્તોલ, એક દેશી બનાવટની પિસ્તોલ અને 56 જીવતા કારતૂસ પણ કબજે કર્યા છે. ચારેય પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં બેઠેલા આતંકવાદીઓ સાથે સંકળાયેલા હતા. પંજાબ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટ્સના આધારે પોલીસ તેના અન્ય સહયોગીઓને શોધી રહી છે.
સમાચાર સંસ્થા ANIના અહેવાલ મુજબ, SP રાહુલ શર્માએ જણાવ્યું કે પંજાબ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી મળી હતી કે દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ સાગર નામનો આતંકવાદી સોનીપતમાં રહે છે. તે હિંસા ફેલાવવા અને સોનીપતના સાથીઓ સાથે પંજાબમાં વાતાવરણ બગાડવા ખાલિસ્તાન ટાઈગર ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના સભ્યો સાથે મળીને ટાર્ગેટેડ કિલિંગ કરી રહ્યો છે.
Haryana Police arrests 4 men associated with ‘Khalistan’ terrorists in Sonipat, recovers weapons including AK-47
Read @ANI Story | https://t.co/r0JYHXBvmq#Haryana pic.twitter.com/thA5NyI2df
— ANI Digital (@ani_digital) February 19, 2022
તેમણે જણાવ્યું કે CIA-1 અને સાયબર સેલની ટીમ તેમની ધરપકડ માટે કામે લાગી હતી. પોલીસે આતંકીઓને શોધી કાઢ્યા, ત્યારબાદ CIA-1ના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર બિજેન્દ્ર સિંહ સહિતની પોલીસ ટીમે ત્રણેય આતંકીઓને તેમના ગામ જુઆનમાં ઘેરી લીધા હતા અને ઘરપકડ કરી હતી.
પોલીસે પહેલા સાગરના ઘરમાં ઘૂસીને સુનીલ ઉર્ફે પહેલવાનની ધરપકડ કરી હતી. પોલીસને તેની પાસેથી યુએસ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. આ સમયે સીડી પરથી નીચે આવતો અન્ય એક યુવક પકડાયો હતો. જેની ઓળખ જતીન તરીકે થઈ છે. તેની પાસેથી વિદેશી પિસ્તોલ મળી આવી છે. ત્યાર બાદમાં રૂમમાંથી સાગર ઉર્ફે બિન્નીને દબોચી લીધો હતો. તેની પાસેથી વિદેશી પિસ્તોલ અને એકે-47 તેમજ 56 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ