BSF જવાનોને અપાતા ભોજનની પોલ ખોલનારા તેજ બહાદુરના દીકરાએ કરી આત્મહત્યા

|

Jan 18, 2019 | 6:08 AM

પાતળી દાળ અને બળેલી રોટલીનો વીડિયો ફેસબૂક પર અપલોડ કર્યા બાદ ચર્ચામાં આવનારા BSFના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવના દીકરાએ આત્મહત્યા કરી લીધી છે. તેજ બહાદુર યાદવના દીકરાએ પોતાના પિતાની લાઈસન્સ ધરાવતી રિવૉલ્વરથી પોતાને જ ગોળી મારી લીધી છે. ઘટના સમયે તેજ બહાદુર યાદવ ઘરે હાજર ન હતા. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ અને […]

BSF જવાનોને અપાતા ભોજનની પોલ ખોલનારા તેજ બહાદુરના દીકરાએ કરી આત્મહત્યા

Follow us on

પાતળી દાળ અને બળેલી રોટલીનો વીડિયો ફેસબૂક પર અપલોડ કર્યા બાદ ચર્ચામાં આવનારા BSFના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવના દીકરાએ આત્મહત્યા કરી લીધી છે.

તેજ બહાદુર યાદવના દીકરાએ પોતાના પિતાની લાઈસન્સ ધરાવતી રિવૉલ્વરથી પોતાને જ ગોળી મારી લીધી છે. ઘટના સમયે તેજ બહાદુર યાદવ ઘરે હાજર ન હતા. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી.

 

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

પ્રાપ્ત જાણકારી પ્રમાણે તેજ બહાદુર યાદવનો દીકરો રોહિત કુમાર દિલ્હી વિશ્વવિદ્યાલયના બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો. આ દિવસો દરમિયાન તેજ બહાદુર યાદવ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમાં સ્નાન કરવા ગયા હતા. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. પોલીસ ઘરવાળાઓ પાસેથી જાણકારી લઈ રહી છે કે શું મૃતક કોઈ પ્રકારના તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. ઘટના સમયે મૃતક ઘરમાં એકલો હતો. મૃતકની મા નોકરી માટે ઘરથી બહાર ગયેલી હતી. અને તેણે ઘરે આવીને દીકરાના રૂમનું બારણું ખટખટાવ્યું તો અંદરથી કોઈ અવાજ ન આવ્યો.

ત્યારબાદ મૃતકની માએ પાડોશીઓને કહ્યું તો લોકો દરવાજો તોડીને અંદર દાખલ થયા. રૂમમાં તેજ બહાદુરના દીકરાની લાશ લોહીલુહાણ હાલતમાં પડી હતી. ત્યારબાદ લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે હાલ  આ મામલના તમામ પાસાઓ ચકાસી રહી છે. મૃતકના ઘરવાળાઓએ મોતમાં કોઈ ષડયંત્ર થયું હોય તેવી શંકા વ્યક્ત કરી છે.

તમને જણાવી દઈએ કે મૃતકના પિતા એટલે કે તેજ બહાદુર યાદવે થોડા સમય પહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં રહેતી વખતે જ ફેસબૂક પર એક વીડિયો અપલોડ કરી દીધો હતો. આ વીડિયોમાં તેમણે ખરાબ ભોજનની વાત કરતા કહ્યું હતું કે બીએસએફના જવાનોને કડકડતી ઠંડીમાં સારું ખાવાનું નથી મળતતું. તેમણે કહ્યું કે જવાનોના ભાગનું કરિયાણું કેટલાક અધિકારીઓની વચ્ચે જ વહેંચાઈ જાય છે.

બીએસએફે તેજ બહાદુરના આરોપો બાદ ઘટનાની તપાસ માટેના આદેશ આપ્યા હતા. આ ઘટનાક્રમમાં તેજ બહાદુર યાદવને અનુશાસનહીનતાના દોષિત જાહેર કરી તેમને કાઢી મૂકાયા હતા.

[yop_poll id=640]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Published On - 4:14 am, Fri, 18 January 19

Next Article