Haridwar: એલોપેથી બાદ બાબા રામદેવે જ્યોતિષ પર સાધ્યુ નિશાન, કહ્યું કરોડોનો છે બિઝનેસ

|

Jun 02, 2021 | 5:07 PM

Haridwar: એલોપથી પછી હવે બાબા રામદેવે જ્યોતિષશાસ્ત્ર (Astrology)ને નિશાન બનાવ્યું છે. યોગ ગુરુ Baba Ramdevએ કહ્યું કે તમામ મૂહુર્તો ભગવાન દ્વારા કરવામાં આવ્યા છે.

Haridwar: એલોપેથી બાદ બાબા રામદેવે જ્યોતિષ પર સાધ્યુ નિશાન, કહ્યું કરોડોનો છે બિઝનેસ
Baba Ramdev - File Photo

Follow us on

Haridwar: એલોપથી પછી હવે બાબા રામદેવે જ્યોતિષશાસ્ત્ર (Astrology)ને નિશાન બનાવ્યું છે. યોગ ગુરુ Baba Ramdevએ કહ્યું કે તમામ મૂહુર્તો ભગવાન દ્વારા કરવામાં આવ્યા છે. જ્યોતિષીઓ સમય, કાળ અને મૂહુર્તના નામે છેતરતા રહે છે. આ પણ એક લાખ કરોડનો બિઝનેસ છે.

 

જ્યોતિષીઓ (Astrologer) બેઠા બેઠા ભવિષ્ય જણાવે છે. જ્યારે મોદીજીએ 500 અને 1000ની નોટો બંધ કરી તે અગાઉ કોઈને ખબર ન પડી. કોઈ જ્યોતિષીએ પણ ન કહ્યું કે કોરોના મહામારી આવશે અને ત્યારબાદ કોઈએ એ પણ ન કહ્યું કે આ મહામારી પછી બીજી બ્લેક ફંગસની મહામારી આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

તે યોગ શિબિરમાં સાધકોને કહી રહ્યા હતા કે કોઈએ પણ ન કહ્યું કે કોરોનાનું સમાધાન બાબા રામદેવ કોરોનીલ (coronil)થી આપવાના છે. હું તો વિશુદ્ધ રૂપથી હિન્દી અને સંસ્કૃત બોલું છું. વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલતા લોકોને પણ નિશાન બનવું  છું. કારણ કે તેઓ બોલતા હતા કે હિન્દી-સંસ્કૃત બોલવાવાળા મોટા માણસો ન બની શકે.

 

હવે હિન્દી અને સંસ્કૃત બોલવાવાળાઓએ સફળતાના એવા ઝંડા ગાળ્યા છે કે સૌ કોઈ આજે કહે છે કે હિન્દી શીખવી જોઈએ, સંસ્કૃત શીખવી જોઈએ. તેને વધુમાં કહ્યું કે ગુરુકુળમાં શિક્ષા લેવાવાળા જ આગળ જતાં દેશ ચલાવશે. 20-25 વર્ષ બાદ પ્રયોગ કરીને બતાવીશ.

 

પતંજલિ (Patanjali)એ માછલી પર કર્યો કોરોનીલનો પ્રયોગ

ઉત્તરાખંડની નદીઓમાં જોવા મળતી જીબ્રા ફિશ (માછલીની એક જાતિ) પર કોરોનીલનો પ્રયોગ કર્યો છે. IMA ઉત્તરાખંડના સચિવ ડો. અજય ખન્નાએ આ દાવો કર્યો છે. તેમને કહ્યું કે ખુદ પતંજલિએ પાયથોમેડિસીન જર્નલમાં છપાયેલા શોધપત્રમાં આ વાતની જાણકારી આપી છે.

 

તેમને કહ્યું કે માછલી પર પ્રયોગ કરવામાં આવેલી દવાનો મનુષ્યો પર ઉપયોગ ન કરી શકાય. તેમને કહ્યું કે માછલી પર પણ બરાબર પરીક્ષણ નથી કરવામાં આવ્યું. માછલીને કોરોના સંક્રમિત કર્યા બાદ તેને કોરોનીલ આપવાની હતી, જેથી ખબર પડે વાયરસ પર કોરોનીલની કોઈ અસર જણાય છે કે નહીં. પરંતુ અહી એવું કરવામાં આવ્યું નહોતું.

 

આ પણ વાંચો : Farmer Invention: સિમલાના સફરજન બહુ ખાધા હવે વડોદરાના સફરજન ખાવા માટે રહેજો તૈયાર, વડોદરાનાં ખેડુતે કર્યો સફળ પ્રયોગ

Next Article