9 સપ્ટેમ્બરથી Rapid Metro થઈ જશે બંધ! કારણ કે…

|

Aug 27, 2019 | 8:32 AM

વધારે ઓપરેશનલ ખર્ચ અને ભંડોળના અભાવને કારણે રેપિડ મેટ્રો રેલ ગુડગાંવ લિમિટેડ (RMGL)એ હરિયાણા સરકારને એક પત્ર લખીને કહ્યું છે કે જો ભંડોળ ઉપલબ્ધ કરવામાં નહીં આવે તો આગામી 9 સપ્ટેમ્બરથી તે ટ્રેનો ચલાવી શકાશે નહીં. ગુડગાંવ રેપિડ મેટ્રો તેની મુખ્ય કંપની IL&FS મોટી નાણાકીય કટોકટીમાં સપડાઈ છે. મેટ્રોની સરેરાશ દૈનિક રાઈડરશીપ લગભગ 60,000 છે. […]

9 સપ્ટેમ્બરથી Rapid Metro થઈ જશે બંધ! કારણ કે...

Follow us on

વધારે ઓપરેશનલ ખર્ચ અને ભંડોળના અભાવને કારણે રેપિડ મેટ્રો રેલ ગુડગાંવ લિમિટેડ (RMGL)એ હરિયાણા સરકારને એક પત્ર લખીને કહ્યું છે કે જો ભંડોળ ઉપલબ્ધ કરવામાં નહીં આવે તો આગામી 9 સપ્ટેમ્બરથી તે ટ્રેનો ચલાવી શકાશે નહીં. ગુડગાંવ રેપિડ મેટ્રો તેની મુખ્ય કંપની IL&FS મોટી નાણાકીય કટોકટીમાં સપડાઈ છે. મેટ્રોની સરેરાશ દૈનિક રાઈડરશીપ લગભગ 60,000 છે. જો કે, પ્રથમ તબક્કાના નિર્માણ દરમિયાન તે 1,00,000 થી વધુની અપેક્ષા રાખવામાં આવી હતી. આ પ્રોજેક્ટના બંને તબક્કાઓ ખોલ્યા પછી, રાઈડરશીપમાં કોઈ વધારો જોવા મળ્યો નથી અને ઓપરેટર ભારે નુકસાન ભોગવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
કંપનીએ જુલાઈ માસમાં હરિયાણા સરકારને નોટિસ ફટકારી હતી જેમાં ભારે નાણાંકીય નુકસાનનું કારણ દર્શાવ્યું હતું અને તેની કામગીરી ટકાવી રાખવા માટે 1,484 કરોડ રૂપિયા વળતરની માંગ કરી હતી. સરકારને મેટ્રો ચલાવવામાં અસમર્થતા વિશે યાદ અપાવતા RMGL એ હરિયાણા સરકારને બીજી નોટિસ મોકલી છે અને સ્પષ્ટ કર્યું છે કે તે 9 સપ્ટેમ્બરથી મેટ્રો ચલાવી શકશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગયા વર્ષે નવેમ્બરમાં હરિયાણા સરકારે ગુડગાંવ રેપિડ મેટ્રોને સંભાળવા અને સંચાલન માટે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)સાથે વાતચીત શરૂ કરી હતી. પરંતુ લાગે છે કે તે યોજના સાકાર થઈ નથી. કરારમાં સંમતિ થઈ હતી કે તમામ મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગની પૂરતી જગ્યા પૂરી પાડવામાં આવશે અને જાહેરાતો જેવા આવકના અન્ય વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેપિડ મેટ્રો રેલ ગુડગાંવ દેશની પ્રથમ ખાનગી બિલ્ટ અને સંચાલિત મેટ્રો લાઈન છે. તેણે 2013 થી કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાને કરી ભારત સાથે યુદ્ધની તૈયારી! તારીખ પણ થઈ ગઈ છે નક્કી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article